ગાંધીનગર : ગુજરાતના મોટા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોના નાગરિકો અને ખાસ (Bobby Patel arrested) કરીને ઉત્તર ગુજરાતના લોકોને વિદેશ જવાની ઘેલછા લાગી છે. ત્યારે તેઓ કોઇપણ રીતે વિદેશમાં જવા તૈયાર છે અને ત્યારબાદ તેઓ એવા ષડયંત્રમાં ફસાઈ જાય છે કે કોઈને કહી શકતા નથી, ત્યારે છેલ્લા એક વર્ષની વાત કરવામાં આવે તો ગાંધીનગર જિલ્લાના કલોલના દિંગુચા ગામના પરિવારજનો ગયા હતા તેમનું કેનેડા અમેરિકાની બોર્ડર પર જ મોત નિપજ્યું હતું. ત્યારે ગત અઠવાડિયે આવી જ ઘટના બની છે જેને લઇને ગુજરાત પોલીસ ફરી સક્રિય થઈ છે અને ગેરકાયદેસર વિદેશ લઈ જતા એજન્ટો પર તવાઈ લાવી છે. (State Monitoring Cell Bobby Patel arrested)
બોબી પટેલની થઈ છે ધરપકડ ગેરકાયદેસર રીતે બોગસ પાસપોર્ટના આધારે બોબી પટેલ (illegal remittance agent in Gandhinagar) અને અનેક લોકોને વિદેશ લઈ ગયા છે. તે બાબતની તપાસ શરૂ કરવામાં આવી છે. ગત અઠવાડિયે બોબી પટેલની ધરપકડ ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કરવામાં આવી છે. ત્યારે આજે વધુ ખુલાસા થયા છે, જેમાં દેશમાં સૌથી મોટા કબુતરબાજીના મુખ્ય સુત્રધાર ભરત ઉર્ફે બોબી પટેલ પાસેથી મળી આવેલા પાસપોર્ટમાં 4 જેટલા પાસપોર્ટ ડમી હોવાનું સામે આવ્યું છે. જેમાં ગુજરાત, મુંબઈ અને અમેરિકા સાથે સંકળાયેલા કુલ 18 જેટલા એજન્ટોના નામ ખુલતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. (Illegal Abroad)
અમદાવાદમાં દરોડા અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં કબૂતરબાજીનો માસ્ટર ભરત ઉર્ફે બોબી પટેલની ઓફીસ પર SMC દ્વારા તપાસ કરવામાં આવી હતી. ચાંદલોડિયા ખાતે બોબીની ઓફિસમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલને મળેલા 79 શંકાસ્પદ પાસપોર્ટ પૈકી 4 પાસપોર્ટ ડમી હોવાનું તપાસમાં ખુલ્યું છે. જ્યારે પાંચ જેટલા પાસપોર્ટના નંબરો પાસપોર્ટ ધારકના નામ સાથે મેચ નહીં થતા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં ઓફિસમાંથી મળી આવેલા વિઝા માટેના દસ્તાવેજો પણ ખોટા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આમ, આરોપી ભરત ઉર્ફે બોબી પટેલ તેમજ તેના સાગરીતો દ્વારા પોતાના આર્થિક લાભ માટે ગુનાહિત કાવતરું રચીને અમેરિકા જવા ઇચ્છતા લોકોને ટાર્ગેટ કરીને ગેરકાયદે અમેરિકા મોકલવા માટે ખોટા તેમજ બનાવટી પાસપોર્ટ દ્વારા અલગ અલગ દેશોના વિઝા મેળવી કબૂતરબાજીનું નેટવર્ક શરૂ કર્યું હતું. (Illegal overseas shipping agents)
વધુ 18 એજન્ટના નામ આવ્યા સામે બોબી પટેલની ધરપકડ બાદ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જેમાં બોબી પટેલની પૂછપરછમાં અમેરિકા મોકલવાના રેકેટમાં 18 જેટલા એજન્ટોના નામ સામે આવ્યા છે, આ નેટવર્કમાં અમદાવાદ શહેરના 4 એજન્ટ, મહેસાણા અને ગાંધીનગરના 4 એજન્ટ, મુંબઈના 5 અને અમેરિકાનો એક એજન્ટ સહિત 18 જેટલા આરોપીઓ આ નેટવર્કમાં સંડોવાયેલા હોવાનું ખુલ્યું છે. આમ, સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સોલા પોલીસ સ્ટેશનમાં 18 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને મુખ્ય સૂત્રધાર બોબી પટેલની ટ્રાન્સફર વોરંટથી ધરપકડને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કબુતરબાજીના રેકેટમાં આરોપીઓ 30 લાખથી લઈને એક કરોડ સુધી પૈસા મેળવી ગેરકાયદે ખોટા ડોક્યુમેન્ટ બનાવી લોકોને વિદેશ મોકલતા હોવાનું ખુલ્યું છે. (Illegal remittance agent in Gandhinagar)
આ પણ વાંચોખોટા દસ્તાવેજ પર USA મોકલવાનું નેટવર્ક ઝડપાયું, 79 પાસપોર્ટ-વિઝા ડૉક્યુમેન્ટ જપ્ત
હવે ગુજરાત પોલીસ અન્ય રાજ્યમાં કરશે તપાસબોબી પટેલની ધરપકડને પૂછપરછ બાદ જે 18 એજન્ટોના નામસામે આવ્યા છે. તેમાં હવે ગુજરાત પોલીસને સ્ટેટ મોનીટરીંગ સેલ મુંબઈ અને દિલ્હી જેવા શહેર અને અન્ય રાજ્યમાં પણ તપાસ કરશે. સાથે જ ભારત દેશના અલગ અલગ રાજ્યમાં કયા એજન્ટો બોબી પટેલ સાથે અને અન્ય 17 એજન્ટો સાથે સંકળાયેલા છે. તેની પણ કામગીરી હાથમાં લઈને તમામ લોકો વિરુદ્ધ કામગીરી શરૂ કરવામાં આવી છે. (Bobby Patel sending illegal abroad)