ગુજરાત

gujarat

ETV Bharat / state

કોંગ્રેસ પ્રમુખના આક્ષેપોનો રાજ્ય ગૃહપ્રધાનનો જવાબ : ભાજપાએ કોઇ ઉદ્યોગપતિની લોન-દેવા માફ કર્યા જ નથી - કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા

કોરોનાના કહેર વચ્ચે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર આક્ષેપ કર્યા હતા કે ભાજપ સરકારે ઉદ્યોગપતિઓની લોન અને વ્યાજ માફ કર્યા છે. કોરોનાનું ટેસ્ટિંગ બરાબર થતું નથી જેમાં ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર કરેલા આક્ષેપોની આકરી આલોચના કરી હતી. તેમણે જણાવ્યું છે કે, હાલની કોરોના વાઇરસની સ્થિતીમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને જુઠ્ઠાણાનો વાઇરસ લાગી ગયો હોય તેમ તેમના બાલિશતા ભર્યા અને સત્યથી વેગળા નિવેદનોથી સ્પષ્ટ થાય છે.

કોંગ્રેસ પ્રમુખના આક્ષેપોનો રાજ્ય ગૃહપ્રધાનનો જવાબ : ભાજપાએ કોઇ ઉદ્યોગપતિની લોન-દેવા માફ કર્યા જ નથી
કોંગ્રેસ પ્રમુખના આક્ષેપોનો રાજ્ય ગૃહપ્રધાનનો જવાબ : ભાજપાએ કોઇ ઉદ્યોગપતિની લોન-દેવા માફ કર્યા જ નથી

By

Published : May 2, 2020, 12:42 AM IST

ગાંધીનગર : પ્રદિપસિંહ જાડેજાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, રાજ્યમાં કોરોના વાઇરસના સંક્રમણની આ સ્થિતીમાં લોકોને મદદરૂપ થવા અને જનજાગૃતિના કામોમાં સહયોગ આપવાને બદલે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નિવેદનીયા રાજકારણના આટાપાટા ખેલવામાં વ્યસ્ત છે.

પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે એક વાત સમજી લેવી જોઇએ કે ભારતીય જનતા પાર્ટીની સરકારે કોઇ ઉદ્યોગપતિઓની લોન માંડવાળ કે માફ કરી જ નથી. ઉલ્ટાનું આવા કૌભાંડીઓ જેમણે બેન્કોના પૈસા ડુબાડયા છે તેમની સામે કડક કાર્યવાહી કરી છે. એટલે રાજ્યના ખેડૂતોને ઉદ્યોગપતિઓની લોન માફ કરવાની ખોટી વાતોથી ગેરમાર્ગે દોરવાનું પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બંધ કરે.

ગુજરાતના ખેડૂતો હવે કોંગ્રેસને સારી રીતે ઓળખી ગયા છે એટલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની આ નિવેદનજીવી ભ્રમજાળમાં ભરમાશે નહી જ એમ પણ તેમણે કહ્યું હતું.

જાડેજાએ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે ગુજરાતમાં કોરોના વાઇરસના ટેસ્ટ કરવાના જે આંકડાઓ આપ્યા છે તેને મનઘડંત અને તેમના જ ભેજાની ઉપજ ગણાવ્યા છે. તેમણે આ અંગે જણાવ્યું કે, અમિત ચાવડાના કહેવા મુજબ રાજ્યમાં રોજના 1300 જ ટેસ્ટ થાય છે, પરંતુ હકિકત એ છે કે રાજ્યમાં 10 લાખની વસ્તીએ રોજના 3 હજાર જેટલા ટેસ્ટ કરવામાં આવે છે.


કોંગ્રેસ અધ્યક્ષને એ વાતનું જ્ઞાન છે ખરૂં કે તેમના કોંગ્રેસ પક્ષના વ્હાલા રાજ્યોની જો સ્થિતી જોઇએ તો 10 લાખની વસ્તીએ છત્તીસગઢમાં રોજના 572, પશ્ચિમ બંગાળમાં 167, તેલંગાણામાં 485 અને કેરાલામાં 680 તથા પંજાબમાં 711 ટેસ્ટ થાય છે.

આ સંખ્યા તો ગુજરાત કરતાં જોજનો દૂર છે એટલે ટેસ્ટ અંગેની સુફિયાણી સલાહ ગુજરાતને આપવાને બદલે પોતાના પક્ષના રાજ્યોને આપે. અમારે એમની સલાહની જરૂર નથી એમ પણ ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details