વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ ધારાસભ્ય અશ્વિન કોટવાલે કરેલા પ્રશ્નોના જવાબમાં રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, રાજ્યના સરકાર વહીવટી કામ કરવા માટે જાહેર બજારમાંથી કરોડો રૂપિયાની લોન લીધી હોવાનું સામે આવ્યું છે.
રાજ્ય સરકારે વહીવટી ખર્ચ માટે બે વર્ષમાં 65 હજાર કરોડની લીધી લોન - Vidhansabha
ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત, પંતગ મહોત્સવ, નવરાત્રી તેમજ અન્ય ઉજવણીમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ વહીવટી કામ કરવા માટે તેમજ રાજ્યના અમુક પ્રશ્નો ઉકેલવા માટે જાણે કે રાજ્ય સરકાર પાસે પૈસા ખુટી ગયા હોય તેવું લાગી રહ્યું છે. વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ ધારાસભ્ય અશ્વિન કોટવાલે પ્રશ્નો ઉઠાવ્યા હતા. જેના જવાબમાં રાજ્ય સરકારે વહીવટી કામ કરવા માટે બજારમાંથી કરોડો રૂપિયાની લોન લીધી હોવાનું સામે આવ્યું છે.
ધારાસભ્ય અશ્વિન કોટવાલે પ્રશ્નોત્તરીકાળ દરમિયાન પ્રશ્ન કર્યો હતો કે, ગુજરાત સરકાર વહીવટ ચલાવવા માટે બજારમાંથી લોન લે છે કે નહીં? જેનો જવાબ રાજ્ય સરકારે લેખિતમાં આપ્યો હતો કે, રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2017-18માં જાહેર બજારમાંથી 28 કરોડ રૂપિયાની, જ્યારે વર્ષ 2018-19માં 37 હજાર કરોડ રૂપિયાની લોન લેવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી લોન 7017 થી 8.79 ટકાના દરે વ્યાજ ચુકવવામાં આવે છે.
આમ, રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં કુલ 65 હજાર કરોડ રૂપિયાની લોન લેવામાં આવી છે. આ લોન પાંચ કે દસ વર્ષના સમયગાળા માટે લેવામાં આવી છે. ત્યારે કોંગ્રેસ સત્તાધારી સરકાર પર આક્ષેપ કર્યા હતા કે, વાઈબ્રન્ટમાં કરોડો રૂપિયાનો ધુમાડો કરીને સરકાર વ્યાજથી રૂપિયા લઈને વહીવટી ખર્ચ કરી રહ્યાં છે.