જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, આ વર્ષે સંપૂર્ણ પારદર્શિતાથી જ મગફળીની ખરીદી કરવામાં આવી છે. જ્યારે રાજ્યના કુલ 95 ટકા ખેડૂતો પાસેથી રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદી કરી છે. રાજ્ય સરકાર દ્વારા
15 નવેમ્બરથી મગફળીની ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં મગફળીની ખરીદી કરવાનો છેલ્લો દિવસ હતો. 90 દિવસની પ્રક્રિયામાં એક મહિનો ખેડૂતોને ફક્ત રજિસ્ટ્રેશન માટેનો વધારાનો સમય ફળવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં કુલ 2 લાખ 11 હજાર ખેડૂતોની મગફળીની ખરીદી કરવામાં આવી છે. જેમાં કુલ 4 લાખ મેટ્રિક ટનની ખરીદી અત્યાર સુધી કરવામાં આવી છે. આમ, કુલ 95 ટકા ખેડૂતો પાસે થી મગફળીની ખરીદી કરીને તેમને પૈસાની ઓનલાઇન ચુકવણી કરી દેવામાં આવી છે.
ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ, અત્યાર સુધીમાં 95% ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરાઇ - purchased,
ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ વર્ષની મગફળીની ખરીદીની પ્રક્રિયા આજથી પૂર્ણ થઇ હોવાની જાહેરાત અન્ન પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ કરી હતી.
રાદડિયા વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા મગફળીની ખરીદી પારદર્શક રીતે થાય તે માટે સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી હતી. જેમાં રાજ્યમાં કુલ 122 ખરીદી કરવામાં આવી હતી. સાથે જ તમામ જગ્યાએ CCTV અને તમામ સાથે મગફળીની ખરીદી કરવામાં આવી હતી. આ ઉપરાંત કિસાન સંઘ દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે કે મગફળીની ખરીદી પ્રક્રિયામાં વધુ 15 દિવસના સમયગાળામાં વધારો કરવામાં આવે તે અંગે કેબિનેટ પ્રધાન રાદડિયાએ મૌન સેવ્યું હતું. જયારે સૌરાષ્ટ્રમાં ખેડૂતોને પાક વિમાની ચુકવણી થોડા સમયમાં શરૂ થશે.