ગુજરાત

gujarat

By

Published : Aug 7, 2019, 9:00 PM IST

ETV Bharat / state

કલમ 370 સંપૂર્ણ નાબૂદ નથી થઈ, ફક્ત મુદ્દામાં ફેરફાર કરવામાં આવ્યો છે: શંકરસિંહ વાઘેલા

ગાંધીનગર: પૂર્વ મુખ્યપ્રધાન અને વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીમાં કામગીરી કરનાર શંકરસિંહ વાઘેલાએ જમ્મુ કાશ્મીરમાંથી કેન્દ્ર સરકારે કલમ 370 દુર કરતા કહ્યું કે, હું ભારતીય જનતા પાર્ટીમાં હતો. શ્રીનગરના લાલચોકમાં મુરલી મનોહર જોશીજી સાથે હતો. મને ફોટા પાડવાનો શોખ ન હોતો. જ્યારે જોશીજીને સાચવવાની જવાબદારી મને આપવામાં આવી હતી. ઝંડો હાથમાં પકડીને ઉંચો કરવાનો હતો. પરંતુ આર્ટીકલ 370 કલમ હતી, 370 કલમ આજે પણ છે, તે દુર કરવામાં નથી આવી, સંપૂર્ણ પણે નાબૂદ થઈ ગઈ એવું નથી તેના મુદ્દા હતા તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

કલમ 370 ને લઇ શંકરસિંહ વાઘેલાએ આપ્યું નિવેદન

શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, રાષ્ટ્રપતિએ તે સમયે જાહેરનામું બહાર પાડેલું તેના આધારે શ્રીનગરનાં કાશ્મીર વેલી, જમ્મુ કશ્મીર અલગ સ્ટેટ કહેવાતા હતા. તેમાં બહારનો નાગરિક જમીન ખરીદી શકે નહીં, ધંધા માટે પોતાની માલિકી ના કરી શકે તો પણ શ્રીનગરમાં ગુજરાતી લોજમાં જમ્યો હતો. શ્રીનગરનો એક પણ જિલ્લો બાકી નથી જયાં હું ફર્યો ન હોતો. શ્રીનગરમાં કરણસિંહની હવેલી બહુ સરસ આવેલી છે. જ્યારે શંકરાચાર્યનીની ટેકરી હતી, આજે ટેકરીનું નામ કદાચ બદલી નાખ્યું હશે. હું તે સમયે પગથિયાના બદલે સીધો ચઢેલો હતો. આખા શ્રીનગર સાથેના સંબંધ છે. આર્ટીકલ 370 દુર થાય તે પ્રોસેસ આટલા વર્ષોથી ચાલતી હતી. કાશ્મીરીઓ આપણને પોતાના માને આપણે કાશ્મીરીઓને પોતાના માનીએ તેવું હોવું જોઈએ.

કલમ 370 ને લઇ શંકરસિંહ વાઘેલાએ આપ્યું નિવેદન

શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, તમે કોંગ્રેસને ભૂલી જાવ પરંતુ દેશના પૂર્વ વડાપ્રધાન વી.પી.સિંધ, ચંદ્રશેખર, ગુજરાલ, બાજપાઈ અને મોદી સાહેબે કેમ પાંચ વર્ષમાં કલમ 370 દુર કરવાનો વિચારના કર્યો, દરેકની પાછળ કારણ હોય છે. હું માનું છું કે શિક્ષક કોઈ છોકરાને મારે અને તે કહે કે, છોકરાને સુધારવા માટે મારું તો તેનો વાલી જઈને ફરિયાદ કરે કે, મારા છોકરાને મારસો નહીં. તમે કાશ્મીરીઓને સુધારવા માગતા હોય તો તેને વિશ્વાસમાં લેવા જોઈએ. કાશ્મીરમાં છે તેમને લાગવું જોઈએ કે સરકાર તેમનો વિકાસ કરવા માંગે છે.

દરેકની પાછળ ઇતિહાસ છે સિક્કિમ પણ અલગ દેશ હતો, ભૂતાન દેશ છે, નેપાળ દેશ છે, આવું સાંભળીને રાજા હરિસિંહજીને જે તે વખતે ગવર્નર જનરલે કહ્યું કે દરેક સ્ટેટ જેને જે ઈચ્છા હોય તેમા જોડાઈ શકે છે. જેમાં હરિસિંહજીની ઈચ્છા હતી કે, હું સ્વતંત્ર રહુ નેપાળ અને ભુતાનની જેમ મારે કાશ્મીર દેશ અલગ રાખવો છે. પરિણામે કાશ્મીરના નિયમો અલગ રાખવામાં આવ્યા હતા.

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને ગુજરાત પ્રદેશ એનસીપીના પ્રમુખ શંકરસિંહ વાઘેલાએ સુષ્મા સ્વરાજના અવસાન બાદ શોક વ્યક્ત કર્યો હતો. દેશના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન જૂજારૂ વ્યક્તિત્વ વાળા સુષ્મા સ્વરાજ આપણા વચ્ચે રહ્યાં નથી તેનુ દુઃખ છે. મારે વ્યક્તિગત સંબંધો તેમની અને તેમના પતિ સ્વરાજ કૌશલ સાથે રહ્યા છે. જાહેર જીવનમાં સમાજવાદી પરિવાર સાથે લગ્ન કર્યા પછી જયપ્રકાશ નારાયણજીની પ્રેરણાથી જાહેર જીવનમાં આવ્યાં હતાં અને ગાંધીયન અને ફિલોસોફી ભાજપની સમાજવાદી ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો. સ્વાભાવિક છે કે, એમના પિતાજી RSSના પરિવારમાંથી આવતા હોવાના કારણે ભારતીય જનતા પાર્ટીમા પ્રવેશ કર્યો હતો.

રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ સુષ્મા સ્વરાજના નિધન બાદ શોક વ્યક્ત કરતા તેમની સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા. જયપ્રકાશજીએ વાત કરેલી કે તાંરી સાડીનો છેડો પકડીને ગાંઠ વાળેલી સુષમા જાહેર જીવનમાં પડીશ ત્યારે ઈમાનદારીની આ ગાંઠ હું વાળુ છું. સુષ્માજી બહુ નાની ઉંમરમાં હરિયાણામાં ધારાસભ્ય બનેલા, કેબિનેટ મિનિસ્ટર બનેલા, છ સાત વાર સાંસદ બન્યા હતા. ત્યારે તેમની એક આગવી છાપ હતી. સુષ્માજીએ બહુ ધ્યાન રાખેલું કે પાર્ટીના દરેક નિર્ણયમાં સહમતી બતાવવી, વિરોધ ન કરવો, ગમે ન ગમે તો પણ ભારતીય જનતા પાર્ટી સાથે આખી જિંદગી વિતાવી હતી. કિડની માટે અનેક લોકો ઓફર કરતા હતા છતાં લીધી ન હતી.

સુષ્માજી આપણા વચ્ચે રહ્યા નથી. ત્યારે તેમના પરિવારને ભગવાન શક્તિ આપે. સુષ્માજી પોતે કાર ચલાવીને સંસદમાં મળ્યા હતા, ત્યારે તેમણે મને કહ્યું હતું કે મારા પતિ તમારા મિત્ર છે, તમે મારા ઘરે એમને મળવા આવજો. તેમનું રિએક્શન ખૂબ જ હકારાત્મક હતું. બીજેપીમાં હતા, ત્યારે પણ અમારા સંબંધ ખૂબ જ સારા હતા. શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે સુષ્માજી ખૂબ જ સારા નેતા હતા તેઓ નાની ઉંમરમાં રાજકારણમાં પ્રવેશ્યા બાદ ઉંચા હોદ્દા ઉપર બિરાજ્યા હતા. નાનામાં નાના વ્યક્તિને મદદરૂપ થવાની ભાવના રાખતા હતાં.

ABOUT THE AUTHOR

...view details