ગાંધીનગર :રાજ્ય સરકાર વિધાનસભા ગૃહમાં પબ્લિક યુનિવર્સિટી થઈ રહી છે. ત્યારે યુનિવર્સિટી પણ હિસાબો અને ઓડિટ બાબતે પણ ખાસ નિયમો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં નાણાં અને હિસાબ અધિકારી ત્યારબાદ સંચાલક મંડળ દ્વારા મંજૂર કર્યા મુજબના વાર્ષિક નાણાકીય અંદાજોની નકલો રાજ્ય સરકારને રવાના કરવામાં આવશે અને યુનિવર્સિટીનું નાણાકીય વર્ષ રાજ્ય સરકારનું છે તે જ રહેશે. આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા ફંડ પણ ઊભું કરવામાં આવશે અને આ ફંડનો ઉપયોગ પગાર પથ્થાઓની ચુકવણી માટેનું રહેશે. આ ફંડમાંથી કોઈ પણ રકમનો પગાર અને ભથ્થાઓની ચુકવણી સિવાય કોઈપણ હેતુ માટે ઉપયોગ કરાશે નહીં.
ભરતી માટે સરકારની મંજૂરી જરૂરી :ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિધાયકમાં રાજ્ય સરકારે ભરતી બાબતની પણ ખાસ જોગવાઈ કરી છે. જેમાં રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી વિના યુનિવર્સિટીએ અધ્યાપકો, અધિકારીઓ અથવા અન્ય કર્મચારીઓની નવી જગ્યાઓ ઊભી કરવી જોઈશે નહીં. આ ઉપરાંત અધ્યાપકો, અધિકારીઓ અને અન્ય કર્મચારીઓના પગાર ભથ્થા નિવૃત્તિ પછીના લાભો અને અન્ય લાભોમાં સુધારો કરવો જોઈશે નહીં. સાથે જ પ્રાપ્ત થયેલ કોઈ નિર્ધારિત ભંડોળને પણ વાપરી શકશે નહીં. જ્યારે યુનિવર્સિટી સ્થાવર મિલકતના વેચાણ અથવા તો ભાડાની તકદીરી પણ કરી શકશે નહીં. આમ તમામ સત્તા સરકારની પૂર્વ મંજૂરી વિના કંઈ પણ થઈ શકશે નહીં.
ગ્રાન્ટ માંથી વિકાસના કાર્યો નહીં :અધિનિયમમાં વાત કરવામાં આવે તો, રાજ્ય સરકારે એવી પણ સ્પષ્ટતા કરી છે કે રાજ્ય સરકાર અથવા તો યુનિવર્સિટી ગ્રાન્ડ કમિશન અથવા કોઈ વ્યક્તિ અને સંસ્થા પાસેથી પ્રાપ્ત થયેલા ભંડોળમાંથી કોઈ વિકાસનું કાર્ય થઈ શકશે નહીં. જ્યારે રાજ્ય સરકાર માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નાણાકીય જવાબદારીમાં વધારો કરતી સંલગ્ન કોલેજો અથવા તો શૈક્ષણિક સંસ્થા સંબંધિત કોઈપણ નિર્ણય લઈ શકાશે નહીં.
પ્રોફેસરો ટ્યૂશન કરાવી શકશે નહીં :ગુજરાત પબ્લિક યુનિવર્સિટી જોગવાઈની વાત કરવામાં આવે તો, ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિધાયક માત્રા યુનિવર્સિટીઓની સત્તા ભરતી સહિતની બાબતોના નિયમો ગણવામાં આવ્યા છે. ઉપરાંત યુનિવર્સિટી સાથે જોડાયેલા પ્રધ્યાપકો ખાનગી ટ્યુશન કે ક્લાસીસ પણ ચલાવી શકશે નહીં અને કુલપતિની નિમણૂક પ્રજાપકો કર્મચારીઓની બદલીના વિશેષ નિયમો પણ કરવામાં આવ્યા છે. કોઈપણ બદલી કરાયેલા કોઈપણ કર્મચારીઓની સેવાઓની બોલીઓ અને શરતોમાં તેના લાભ થાય તેવો ફેરફારથી પણ બદલી કરી શકાશે નહીં.
બિલ પાસ થવાથી કાઈ કઈ યુનિવર્સિટીને થશે અસર :સરકાર વિધાનસભા ગૃહમાં પબ્લિક યુનિવર્સિટી બીલ લાવી રહી છે. ત્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિની આવશ્યકતાઓના સંબંધમાં એક સમાન માળખા અને કાર્યરીતિને આધારે તમામ યુનિવર્સિટીઓ માટે એક જ કાયદો અમલમાં મૂકવો. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, ગુજરાત યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, ડોક્ટર બાબા આંબેડકર ઓપન યુનિવર્સિટી, ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને ગુરુ ગોવિંદ યુનિવર્સિટીને એક જ કાયદા હેઠળ લાવી દેવામાં આવશે.
- Gujarat e Vidhana Sabha : ઇ-વિધાનસભામાં કઈ પ્રકારની કામગીરી જોવા મળશે તેને લઈને અધ્યક્ષ શંકર ચૌધરીએ આપી માહિતી
- India to Bharat ? ભૂતકાળ ભૂલવાનો સમય, દરેક જગ્યાએ ભારત શબ્દનો પ્રયોગ થશે : ઋષિકેશ પટેલ