ગાંધીનગર : સ્વામિનારાયણ ગુરુકુળમાં યોજાયેલ વિજ્ઞાન મેળા બાબતે ગુરુકુળના સ્વામી રામ કૃષ્ણ મહંતે જણાવ્યું હતું કે સ્વામીનારાયણ ગુરૂકૂળમાં બાર હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાં ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓએ અને શિક્ષકોએ એકઠા થઇને વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું હતું.
ગાંધીનગરની સ્વામિનારાયણ ગુરુકુળમાં વિજ્ઞાન મેળો યોજાયો
સ્વામીનારાયણ ગુરૂકૂળમાં આજે બાળકો દ્વારા વિજ્ઞાન મેળોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ વિજ્ઞાનના મહત્વના પ્રોજેક્ટ બનાવીને પોતાની કાબિલિયતના દર્શન કરાવ્યા હતા. આ સાથે જ વર્તમાન સમયમાં જે રીતના પ્રદૂષણનો વ્યાપ વધતો જઈ રહ્યો છે, ત્યારે પ્રદૂષણથી બચવા માટે શું કરવું જોઈએ અને કયા પ્રોજેક્ટ આવનાર સમયમાં ઉપયોગી રહેશે તે અંગેની પણ જ્ઞાન પણ આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ મેળામાં વિજ્ઞાન, ગણિત 8 એન્ડ ક્રાફ્ટની તમામ બાબતો મેળામાં વર્ણવી લેવામાં આવી છે. આ સાથે જ જો મહત્વની વાત કરવામાં આવે તો મેડીકલ સાયન્સ અને એન્વાયરમેન્ટ ઉપર પણ વધુ ફોકસ વિદ્યાર્થીઓ દ્વારા આપીને ખાસ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા જે રીતે સોલાર સીસ્ટમનો ઉપયોગ વધુ થાય તે બાબતની જાહેરાત કરવામાં આવે છે, ત્યારે સોલારનો ઉપયોગ વધારી શકાય અને સોલાર સિસ્ટમથી કઈ રીતનો ફાયદો થાય તે માટેનો પણ ખાસ પ્રોજેક્ટ સ્વામિનારાયણના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવ્યો હતો.
આ ઉપરાંત મેડિકલ સાયન્સ અને પ્રદુષણ બાબતે પણ વિદ્યાર્થીઓએ ખાસ પ્રોજેક્ટ બનાવ્યા હતા અને માનવના શરીરની અંદર કયા કયા અંગો મહત્વના છે અને કયું અંગ શુભ કાર્ય કરે છે. તે તમામનું જ્ઞાન આપ્યું હતું. આ ઉપરાંત પ્રદૂષણથી બચવા હવે કઈ રીતે આગળ વધવું જોઈએ તે માટેના પણ પ્રોજેક્ટ બાળકોએ રજૂ કર્યા હતા.