- વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022ની તૈયારી ધમધમાટ શરુ
- મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગુરૂવારે મુંબઇમાં વાયબ્રન્ટ સમિટ-2022 સંદર્ભમાં રોડ-શૉ યોજશે
- બિઝનેસ લીડર્સ-અગ્રણી ઊદ્યોગ સંચાલકો સાથે વન-ટુ-વન બેઠકનો ઉપક્રમ
ગાંધીનગર : વાઇબ્રન્ટ ગુજરાતની(vibrant gujarat 2022) તૈયારીઓના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગત ગુરુવારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે દિલ્હી ખાતે અનેક ઉદ્યોગ અગ્રણીઓ સાથે વન-ટુ-વન બેઠક પણ કરી હતી. ત્યારે હવે બીજી ડિસેમ્બરના રોજ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ મુંબઈ(CM Bhupendra Patel road show in mumbai) ખાતે ગુજરાત વાઇબ્રન્ટ અંતર્ગત રોડ શો(CM Bhupendra Patel Road Show) યોજશે. જેમાં અનેક ઉદ્યોગપતિઓ સાથે ખાસ બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગકારો સાથે બેઠક
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022ના (vibrant gujarat global summit 2022) સંદર્ભમાં 2જી ડિસેમ્બરે મુંબઇમાં રોડ-શૉ યોજશે, જેમાં ગુરૂવારે સવારે મુંબઇની ધી તાજ મહેલ પેલેસ હોટલમાં યોજાનારા રોડ-શૉ પૂર્વે બિઝનેસ લીડર્સ, અગ્રણી ઊદ્યોગ સંચાલકો સાથે વન-ટુ-વન બેઠક યોજવાના છે. ત્યારબાદ સવારે 11 કલાકે યોજાનારા રોડ-શૉ માં વાયબ્રન્ટ સમિટ-2022ની વિશેષતાઓ પ્રસ્તુત કરશે. ગુજરાતના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે મુંબઇમાં વિવિધ રાષ્ટ્રોના કોન્સ્યુલેટ જનરલની ભોજન બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે.