ગાંધીનગરગાંધીનગર જિલ્લાની તમામ 5 બેઠક પર ભાજપ પક્ષે ભગવો (Gujarat Assembly Election 2022 Results )લહેરાવ્યો છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહના પૈતૃક ગામ માણસા બેઠક પર કોંગ્રેસનું રાજ હતું. ત્યારે વર્ષ 2022 ની ચૂંટણીમાં માણસા બેઠક (Mansa Assembly Seat ) પર ભાજપ ઉમેદવાર જે. એસ. પટેલ જીત્યા (Gujarat Assembly Election 2022 Results )છે. ત્યારે જે. એસ. પટેલ ગુજરાતના સૌથી ધનવાન ધારાસભ્ય તરીકે ઉભરી આવ્યા છે. પટેલને 98144 મત મળ્યાં છે. જ્યારે તેમના હરીફ કોંગ્રેસના બાબુસિંહ ઠાકોરને 58878 મત મળ્યાં હતાં. ત્યારે જે એસ પટેલ 39266ની લીડથી જીત્યાં છે.
કેન્દ્રીય પ્રધાનનો આભારમાણસાના ધારાસભ્ય જે. એસ.પટેલે (Mansa Assembly Seat MLA J S Patel Interview ) જણાવ્યું હતું કે માણસામાં (Mansa Assembly Seat ) છેલ્લા 11 વર્ષથી કોંગ્રેસનું શાસન હતું. અનેક વિસ્તારોમાં વિકાસ થયો ન હતો ત્યારે કેન્દ્રીય મોવડીમંડળ દ્વારા મારા ઉપર પસંદગી ઉતારવામાં આવી હતી અને હું માણસા વિધાનસભા બેઠક પરથી સારા મતોથી જીત્યો (Gujarat Assembly Election 2022 Results )છું. ત્યારે હવે હું આ તમામ લોકોનો અને મારા મતદારોનો આભાર માનું છું. જ્યારે હવે આવનારા પાંચ વર્ષમાં માણસાના જે પણ વિસ્તારનો વિકાસ થયો નથી તેવી તમામ જગ્યા ઉપર વિકાસ કરવામાં આવશે. આ ઉપરાંત આંતરમાળખાકીય સુવિધાઓ અને આરોગ્યલક્ષી સુવિધાઓમાં પણ સુધારોવધારો કરવામાં (Road Map of Mansa Development ) આવશે.