ગુજરાત

gujarat

‘ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળું...’ કાંકરિયામાં રાઇડની ઘટના બાદ તમામ મેળામાં કરાશે તપાસ

By

Published : Jul 15, 2019, 2:37 PM IST

ગાંધીનગર: સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અને 150મી મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિના ભાગરૂપે 100 બટાલિયન, રેપીડ એક્શન ફોર્સ (RAF) વસ્ત્રાલ દ્વારા ગાંધીનગર અને સાબરમતી આશ્રમથી ઇન્ડિયા ગેટ, દિલ્હી (914 કિમી) સુધી એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાંકરિયાની રાઈડ તૂટી પડ્યાની ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પાડ્યા છે. આ સમગ્ર મામલામાં ગુનો નોંધી જવાબદાર 6 લોકોની અટકાયત કરવામાં આવી છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કાંકરિયા અકસ્માતની કરૂણ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યુ હતું. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, આ મામલે તપાસના આદેશ આપી દેવાયા છે.

ઘટના બન્યા પછી જાગતી સરકાર,કાંકરિયા બાદ તમામ મેળામાં કરાશે તપાસ

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, કાંકરિયા રાઈડ અકસ્માતમાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી થશે. તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓ ઘટે નહીં તે માટે પગલાં લેવાશે.

ઘટના બન્યા પછી જાગતી સરકાર,કાંકરિયા બાદ તમામ મેળામાં કરાશે તપાસ

મુખ્યપ્રધાને કાંકરિયા કેસ મામલે ઊંડી તપાસની પણ ખાતરી આપી છે. તેમણે કહ્યું કે, અમદાવાદની કાંકરિયાની ઘટના બાદ રાજ્યમાં આવી કોઈપણ રાઈડ્સની મંજૂરી આપતા પહેલા તમામ પાસાની તપાસ કરવામાં આવશે. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ સાતમ-આઠમના મેળા ભરાશે, જેમાં આવી રાઈડ લગાવાશે.

તે વિશે મુખ્યપ્રધાને કહ્યું કે, સાતમ આઠમના મેળાઓમાં પણ આ પ્રકારની નાની મોટી રાઈડ ચાલતી હોય છે. ત્યારે પૂરતી ચકાસણી સાથે તેમને મંજૂરી આપવામાં આવશે. સમયોનુસાર તેનું નિરીક્ષણ અને તપાસ થાય તેવા પગલાં લેવામાં આવશે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં સાતમ આઠમના મેળા યોજાય છે. તેમાં ખાસ તકેદારી રાખવામાં આવશે. મંજૂરી આપ્યા પછી નિયમિત તેની તપાસ નહીં થાય તો તેના પણ પગલાં ભરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details