ગુજરાત

gujarat

ETV Bharat / state

સરકારનું વર્ગ વિગ્રહનું કાવતરું, અનામત અને બિન અનામત સમાજ આંદોલન પૂરું નહીં કરે

સરકારનું વર્ગ વિગ્રહનું કાવતરું, અનામત અને બિન અનામત સમાજ આંદોલન પૂરું નહીં કરે. ગાંધીનગરમાં છેલ્લા બે દિવસથી બિન અનામત સમાજના લોકો દ્વારા આંદોલનને પ્રબળ બનાવવામાં આવી રહ્યું છે. ગુરુવારે રાજ્યના મુખ્યપ્રધાન સાથે આગેવાનોએ મીટીંગ કર્યા બાદ પણ નિર્ણય નહીં આવતા આંદોલન ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બીજી તરફ છેલ્લા 67 દિવસથી સત્યાગ્રહ છાવણીમાં એસી એસટી ઓબીસી સમાજની મહિલાઓ આંદોલન કરી રહી છે, ત્યારે હાલમાં ચાલી રહેલા આંદોલનને જોતા એવું લાગી રહ્યું છે કે, સરકાર દ્વારા જ વર્ગ વિગ્રહ કરાવવાનું કાવતરું કરવામાં આવી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે.

અનામત અને બિન અનામત સમાજ આંદોલન પૂરું નહીં કરે
અનામત અને બિન અનામત સમાજ આંદોલન પૂરું નહીં કરે

By

Published : Feb 14, 2020, 7:48 PM IST

ગાંધીનગર : શહેરમાં આવેલા સેન્ટર ગાર્ડન પાસે છેલ્લા બે દિવસથી બિન અનામત વર્ગના સમાજ દ્વારા 1-8-18ના પરિપત્રમાં સુધારો ન થાય તેને લઈને મોરચો ખોલવામાં આવ્યો છે.

અનામત અને બિન અનામત સમાજ આંદોલન પૂરું નહીં કરે

પાટીદાર સમાજના આગેવાન દિનેશ બાંભણિયાએ, કહ્યું કે સરકાર સાથે ગુરુવારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાની હાજરીમાં બેઠક યોજાઇ હતી. જેમાં બિન અનામત વર્ગના સમાજને અન્યાય ન થાય અને અનામત વર્ગના ઉમેદવારોને પણ અન્યાય ન થાય તે પ્રમાણે નિર્ણય લાવવા જણાવ્યું હતું, પરંતુ સરકાર દ્વારા જો અમારા સમાજને અન્યાય કરવામાં આવશે તો જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

બીજી તરફ એસસી એસટી અને ઓબીસી સમાજના મહિલા ઉમેદવારો 67 દિવસથી સત્યાગ્રહ છાવણીમાં આંદોલન કરી રહી છે, ત્યારે આશા વાઘેલાએ કહ્યું કે, અમે છેલ્લા સાત દિવસથી આંદોલન કરી રહ્યા છે, સરકાર અમારો હક્ક છીનવી રહી છે, વર્ગ-વિગ્રહ કરવાનો પ્લાન કર્યો છે. સરકારે જાણી-જોઈને 1-8 -18 ના પરિપત્રમાં વિરોધ થાય તેવો કારસો રચ્યો છે. જ્યાં સુધી અમારા હાથમાં 1- 8 -18નો રોજ પરિપત્ર નહીં આવે ત્યાં સુધી અમારુ આંદોલન ચાલુ જ રહેશે.

કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય ૭૨ કલાકના ઉપવાસ ઉપર બેઠા છે, ત્યારે આજે ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે પણ સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. અલ્પેશ ઠાકોરે કહ્યું કે જો સરકાર 48 કલાકમાં નિર્ણય નહીં આવે તો પદયાત્રા કરવામાં આવશે. જ્યારે આ સમય દરમિયાન કંઇપણ થશે તો તેની જવાબદારી સરકારની રહેશે. ધીરે ધીરે એસસી, એસટી અને ઓબીસી સમાજના આગેવાનો આંદોલનને સમર્થન આપી રહ્યા છે, ત્યારે આગામી સમયમાં મોટો વર્ગ વિગ્રહ થાય તેવું જોવા મળી રહ્યું છે.

અનામત અને બિન અનામત વર્ગના સમાજ દ્વારા આંદોલન કરવામાં આવી રહી છે. જેને લઇને સરકાર પણ હરકતમાં આવી છે, ત્યારે આ બંને સમાજના ઉમેદવારોને અન્યાય ન થાય તે પ્રમાણેની કામગીરી માટે નવી ફોર્મ્યુલા હાથ ધરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ અધિકારીઓ હાલમાં એ પ્રમાણેની ફોર્મુલા બનાવી રહ્યા છે. ઉદાહરણ તરીકે ઓબીસી મહિલાનું મેરીટ જનરલ કરતાં વધારે હોય તો ઓબીસી મહિલાને જનરલ કેટેગરીમાં ભરતી કરવામાં આવે અને તે જ પ્રમાણે અન્ય વર્ગની પણ ભરતી કરવામાં આવે આ પ્રમાણેની હાલ ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી રહી છે. જેને આગામી દિવસોમાં જાહેર કરવાની પુરેપુરી શક્યતા જોવા મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details