ગુજરાત

gujarat

ETV Bharat / state

રાહતના સમાચાર, સરકાર દ્વારા વસૂલાતા ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ 16 પૈસાનો ઘટાડો - સરકારી વીજ કંપની

કોરોના વાઈરસને લઈ ચાલતી સંકટની ઘડીમાં એક સાર સામાચાર છે કે, રાજ્યના નાગરિકોને આંશિક વિજબીલમાં રાહત મળે તે માટે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં સરકારી વિજકંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલાતા ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ 16 પૈસાનો ઘટાડો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ETv Bharat
saurabha patel

By

Published : May 5, 2020, 4:22 PM IST

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે રાજ્યના નાગરિકોને આંશિક વિજબીલમાં રાહત મળે તે માટે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં સર.કારી વિજકંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલાતા ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ 16 પૈસાનો ઘટાડો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ બાબતે ઊર્જાપ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં વીજ વપરાશ કરતા વીજ ગ્રાહકોને સસ્તા દરે વીજળી મળી રહે અને વીજ ઉત્પાદન ખર્ચનું ભારણ ગ્રાહકો પર ન પડે તે માટે રાજ્ય સરકાર હસ્તકની વીજકંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલાતા ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ 16 પૈસાનો ઘટાડો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેના પરિણામે રાજ્યના અંદાજે 1.30 કરોડથી વધુ ગ્રાહકોને રૂપિયા 310 કરોડની રાહતનો લાભ મળશે.

વીજ વપરાશકર્તા ગ્રાહકો પાસેથી વીજ બિલમાં એનર્જી ચાર્જ ઉપરાંત ફ્યુઅલ સરચાર્જ લેવામાં આવે છે. આ ફ્યુઅલ સરચાર્જની વસુલાત નામદાર ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા નક્કી કરેલી ફોર્મ્યુલાના આધારે વસૂલવામાં આવે છે. પાછલા ત્રિમાસિક ગાળા દરમિયાન એટલે કે જાન્યુઆરી થી માર્ચ 2020 દરમિયાન ફ્યુઅલ સર ચાર્જની વસુલાત પ્રતિ યુનિટ રૂ 2.06 પૈસા લેખે વસૂલાતો હતો. તેની સામે એપ્રિલ થી જૂન 2020ના ત્રિમાસિક ગાળા દરમિયાન ફ્યુઅલ સરચાર્જ પ્રતિ યુનિટ રૂપિયા 1.90 ના દરે વસૂલવાનો થાય છે.

આમ ગત ત્રિમાસિક ગાળા કરતાં આ ત્રિમાસિક ગાળામાં ફ્યુઅલ સરચાર્જ પ્રતિ યુનિટમાં 16 પૈસાનો ઘટાડો થયો છે. આ ઘટાડાના કારણે વીજ ગ્રાહકોને રૂપિયા 310 કરોડની રાહત મળશે.

પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ ફ્યુઅલ સરચાર્જ ઘટવાનું મુખ્ય કારણ એ છે કે આ ત્રિમાસિક ગાળા દરમિયાન રાજ્ય સરકારે સસ્તા દરે ગેસ ગ્રાહકોના હિતમાં ખરીદ્યો છે અને ગેસ આધારિત વીજ ઉત્પાદન કર્યું છે. જેને લીધે વીજ ઉત્પાદન ખર્ચ ઓછું થયું છે જેનો સીધો લાભ વીજ ગ્રાહકોને આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. એટલે કે અંદાજે 1.30 કરોડથી વધુ ગ્રાહકોને આ લાભ સીધે સીધો મળતાં તેમના વીજ બીલમાં રાહત થશે.

ABOUT THE AUTHOR

...view details