ગુજરાત

gujarat

By

Published : Jul 4, 2019, 8:12 PM IST

Updated : Jul 4, 2019, 9:00 PM IST

ETV Bharat / state

રાજ્યસભાની ચૂંટણી પહેલા ભાજપે વિધાનસભા બેઠક ગૃહમાં મીટિંગ ગોઠવી

ગાંધીનગર: લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના રાજ્યસભાના સભ્ય અમિત શાહ અને સ્મૃતિ ઇરાની લોકસભાની ચૂંટણીમાં જીત થઇ છે. ત્યારે ગુજરાતની રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી છે. જેનુ રી-ઇલેક્શન 5 જુલાઇના રોજ થવાનું છે. ત્યારે એક દિવસ પહેલા ભાજપ પક્ષ દ્વારા વિધાનસભાના બેઠક હોલમાં ભાજપના તમામ સભ્યો દ્વારા રાજ્યસભાની ચૂંટણી અંગે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજ્યસભાની ચૂંટણી પહેલા ભાજપ પક્ષે વિધાનસભા બેઠક ગૃહમાં બેઠક યોજી

વિધાનસભાના મિટિંગ રૂમમાં એક ખાસ બેઠકનું આયોજન ભાજપ પક્ષ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને ભાજપ પક્ષના પ્રમુખ જીતુ વાઘાણી સહિતના તમામ સભ્યો બેઠકમાં હાજર રહ્યા હતા. મળતી માહિતી પ્રમાણે બેઠકમાં રાજ્યસભાની ચૂંટણી અંગેનું માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. વોટિંગ કાઈ રીતે કરવું, વિપક્ષનો વિરોધ કાઈ રીતે કરવો તે અંગેનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.

રાજ્યસભાની ચૂંટણી પહેલા ભાજપ પક્ષે વિધાનસભા બેઠક ગૃહમાં બેઠક યોજી

બેઠકમાં રાજ્યસભાના ઉમેદવાર એસ.જયશંકર અને જુગલજી ઠાકોર પણ હાજર રહ્યા હતા. તેઓને પણ બેઠકનું આયોજન વિશે માહિતગાર કર્યા હતા.

Last Updated : Jul 4, 2019, 9:00 PM IST

ABOUT THE AUTHOR

...view details