ગુજરાત

gujarat

ETV Bharat / state

Monkeypox: ગુજરાત આરોગ્ય વિભાગ એલર્ટ, કેસ આવશે તો દર્દી માટે અલગ વ્યવસ્થા થશે - Gujarat Health Department

દેશમાં મંકીપોક્સના બે કેસ સામે (Monkeypox case in India )આવ્યા છે. તેને ધ્યાનમાં લઈને ગુજરાત આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. હાલ ગુજરાતમાં મંકીપોક્સના એક પણ કેસ નોંધાયા નથી. ગુજરાતમાં મંકીપોક્સના (Monkeypox virus)કેસ આવશે તો આરોગ્ય વિભાગ તાત્કાલિક ધોરણે ICMRની ગાઈડલાઇન્સ અને WHOની ગાઇડલાઇન્સ પ્રમાણે કામગીરી કરવામાં આવશે.

Monkeypox:ગુજરાત આરોગ્ય વિભાગ એલર્ટ, કેસ આવશે તો દર્દી માટે અલગ વ્યવસ્થા થશે
Monkeypox:ગુજરાત આરોગ્ય વિભાગ એલર્ટ, કેસ આવશે તો દર્દી માટે અલગ વ્યવસ્થા થશે

By

Published : Jul 19, 2022, 7:34 PM IST

ગાંધીનગર:કોરોના વાયરસ બાદ હવે દેશમાં મંકીપોક્સના બે પોઝિટિવ કેસ (Monkeypox case in India )સામે આવ્યા છે તેને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારનું આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. જ્યારે ગુજરાતમાં મંકીપોક્સના(Monkeypox virus) હજુ સુધી એક પણ પોઝિટિવ કેસ સામે આવ્યા નથી. ત્યારે આરોગ્ય વિભાગની તૈયારી બાબતે તમામ પ્રકારની આઈસીએમઆઈની ગાઈડલાઈન સાથે તૈયારી કરી લેવામાં આવી છે.

મંકીપોક્સ

આરોગ્ય પ્રધાન ઋષીકેશ પટેલે શું કહ્યું ? -મંકીપોક્સ બાબતે રાજ્યના આરોગ્ય કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં હજી સુધી એક પણ આવા શંકાસ્પદ કે પોઝિટિવ કેસ (Monkeypox)નોંધાયા નથી. પરંતુ જો આવનારા દિવસોમાં આવા કેસ નોંધાશે તો તેના માટે સંપૂર્ણ તકેદારી આરોગ્ય વિભાગ દ્વારા રાખવામાં આવી છે. આ બાબતે બેઠક પણ કરી દેવામાં આવી છે જ્યારે ગુજરાતમાં જો આવા કેસ આવશે તો તાત્કાલિક ધોરણે આઈસીએમઆરની ગાઈડલાઇન્સ અને WHOની ગાઇડલાઇન્સ પ્રમાણે કામગીરી કરવામાં આવશે.

આ પણ વાંચોઃદેશમાં જોવા મળ્યો નવા વાયરસનો પ્રથમ કેસ, કોરોના કરતા પણ ખતરનાક ગણવામાં આવી રહ્યો છે

મંકીપોક્સ શું છે ? - રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા મંકીપોક્સ (Monkeypox cases)શું છે કેવી રીતે તે પ્રસરી રહ્યો છે કેવી રીતે તેના રક્ષણ મેળવવું આ તમામ વિગતો સાથેનું એક પેમ્પલેટ પણ જાહેર કરવામાં આવ્યું છે. કે જેમાં મંકીપોક્સએ વાયરસથી થતો રોગ છે તે એક વાયરલ ઝૂ નોટિક રોગ તરીકે થાય છે જ્યારે આ રોગ પ્રાણીઓમાંથી મનુષ્યમાં ફેલાઈ શકે છે. આ રોગ ચામડીના જખમ, કેબ અને શરીરના પ્રવાહી, લાડ, શ્વસન ટીપાં, સેક્સ દરમિયાન અથવા તો વપરાયેલી પથારી અથવા તો ટુવાલ થી પણ એકબીજામાં જઈ શકે છે. તેના લક્ષણની વાત કરવામાં આવે તો ચેરા, હાથ, પગ, મો પર ફોડલાઓ સાથે ફોડલીઓ થાય છે. તાવ આવે છે અસ્વચ્છતાની લાગણી માથાનો દુખાવો, થાક તથા લસિકા ગાંઠો સોજો બની જાય છે, જ્યારે આ રોગ પાંચ થી 21 દિવસની વચ્ચે સુધી માનવ શરીરમાં રહે છે. એટલે કે લક્ષણો સામાન્ય રીતે બે થી ત્રણ અઠવાડિયાની અંદર જાય છે.

આ પણ વાંચોઃજાણો શું છે મંકીપોક્સ અને તેને અટકાવવાના ઉપાયો

જો કેસ આવશે તો ? -વિભાગમાંથી મળતી માહિતી પ્રમાણે જો ગુજરાતમાં એક પણ પોઝિટિવ કેસ સામે આવશે તો જે તે જિલ્લાની સિવિલ સરકારી હોસ્પિટલમાં એક અલાયદો વોર્ડ ફાળવવામાં આવશે અને તે દર્દીને આઇસોલેશનમાં રાખીને સારવાર કરવામાં આવશે.

શીતળા નાબુદીની રસી ઊપયોગી -મંકીપોક્સ માટે હજી સુધી સત્તાવાર એક પણ રસી નથી પરંતુ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા શીતળા નાબૂદી કાર્યક્રમ દરમિયાન વપરાતી રસી પણ મંકીપોક્સ સામે રક્ષણ પાડે છે. નવી રસી આ માટે વિકસાવવામાં આવી છે જેમાંથી એકને મંકીપોક્સની માટે મંજૂરી આપવામાં આવી છે જ્યારે શીતળાની સારવાર માટે વિકસિત એન્ટિવાયરલ એન્ટિજેનને મંકીપોક્સની સારવાર માટે પણ લાઇસન્સ આપવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details