ગુજરાત

gujarat

ETV Bharat / state

શિયાળા દરમિયાન શાળા પોતાની રીતે સમયમાં ફેરફાર કરી શકશે, જ્યારે સ્વેટર અંગે ફરજ નહીં પાડી શકે : પ્રફુલ્લ પાનસેરિયા - ગાંધીનગર ન્યૂઝ

રાજ્યમાં ધીરે ધીરે શિયાળો જામી રહ્યો છે, કેટલાંક જિલ્લાઓમાં કાતિલ ઠંડીનો કહેર પણ શરૂ થઈ ગઈ છે, બીજી શાળાઓમાં બીજા સત્રની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે રાજ્ય શિક્ષણમંત્રીએ વિદ્યાર્થીઓના હિતને જોતા શાળાના સમયમાં બદલાવ અને વિદ્યાર્થીઓને સ્વેટર પહેરવા જેવી બાબતે સૂચન કર્યું છે.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Dec 7, 2023, 2:37 PM IST

શિયાળા દરમિયાન શાળા પોતાની રીતે સમયમાં ફેરફાર કરી શકશે

ગાંધીનગર : ગુજરાતમાં બીજા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે બીજી તરફ ઠંડીની પણ શરૂઆત થઈ છે. આ દરમિયાન ગુજરાતમાં ગયા વર્ષે રાજકોટની એક ખાનગી શાળામાં ઠંડીના કારણે એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું, આ ઘટના માંથી બોધપાઠ લેતા રાજ્ય સરકારે આ શિયાળા દરમિયાન પણ મહત્વના નિર્ણયો કર્યા છે, જેમાં કોઈપણ વિદ્યાર્થીઓને ચોક્કસ કલરના સ્વેટરની ફરજ પાડી શકશે નહીં.

સ્વેટર પહેરવાની આપી સુચના: રાજયકક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરીયાએ નિવેદન આપ્યું હતું કે ગત વર્ષે અમુક શાળાઓ દ્વારા ફરજિયાત બાળકોને અમુક કલરના જ સ્વેટર પહેરવા માટે મજબૂત કરવામાં આવ્યા હતા, ત્યારે આ વર્ષે શિયાળા દરમિયાન કોઈ ચોક્કસ પ્રકારના અથવા તો કલરના સ્વેટર નહીં પરંતુ બાળકોને ઠંડીથી રક્ષણ મળે તેવા પ્રકારના સ્વેટર પહેરવાની સૂચના અને ટકોર રાજ્યની તમામ શાળાઓને કરવામાં આવી છે. આમ કોઈપણ શાળા જો ફરજિયાત પણે દબાણ વધશે વિદ્યાર્થીઓ અને વાલીઓને અમુક ચોક્કસ પ્રકારના સ્વેટર માટેની ફરજ પાડશે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સૂચના પણ રાજ્ય કક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરીયાએ નિવેદન આપ્યું હતું .

ઠંડી દરમિયાન શાળા સમયમાં ફેરફાર: ગુજરાતમાં અંગ્રેજી માધ્યમની અને ગુજરાતી માધ્યમની અને કેવી શાળાઓ છે, જે મોર્નિંગમાં શરૂ થાય છે, ત્યારે ઠંડીને ધ્યાનમાં લઈને નિયમ પ્રમાણે તમામ શાળાઓ કોઈ પોતાની રીતે સમયમાં વધારો ઘટાડો કરી શકે છે, આમ સમય બાબતે કોઈ ચોક્કસ નિયમ નથી. પરંતુ શાળા પોતાની રીતે સ્વતંત્રતાથી વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈને અને ઠંડીના પ્રમાણને ધ્યાનમાં લઈને સમયમાં ફેરફાર કરી શકે છે.

  1. Unesco દ્વારા 'ગરબા'ને 'સાંસ્કૃતિક વારસા'માં મહત્વનું સ્થાન મળતા, ગુજરાતીઓએ આ રીતે આપી પ્રતિક્રિયા
  2. ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા-2023’ અંતર્ગત રાજ્યમાં કુલ 9.72 લાખથી વધુ નાગરિકોએ સંકલ્પ લીધા

ABOUT THE AUTHOR

...view details