ગુજરાત

gujarat

કોરોનાના કહેર વચ્ચે પોલીસની અશ્વ તાલીમ શરૂ કરાશે, પોલીસકર્મીઓમાં ફફડાટ

By

Published : May 7, 2020, 7:45 AM IST

પોલીસ વિભાગ દ્વારા અમદાવાદ, ભાવનગર અને રાજકોટમાં પોલીસની અશ્વ તાલીમ યોજવામાં આવી રહી છે. આગામી 11 મેના રોજથી તાલીમ શરૂ થવાનો આદેશ જાહેર કરાયો છે, ત્યારે આમ, અચાનક તાલીમ શરૂ થવાથાં પોલીમકર્મીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

Police will begin equestrian training between Corona's Kher
Police will begin equestrian training between Corona's Kher

ગાંધીનગરઃ રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં કોરોના વાઈરસનો કહેર આકાશમાંથી વરસાદની જેમ વરસી રહ્યો છે. સરકારી કચેરીઓ પણ જરૂરિયાત સિવાયની બંધ છે. તેવા સમયે પોલીસ વિભાગ દ્વારા અમદાવાદ, ભાવનગર અને રાજકોટમાં પોલીસની અશ્વ તાલીમ યોજવામાં આવી રહી છે. આગામી 11 મેના રોજથી તાલીમ શરૂ થશે, ત્યારે આવા પોલીસ કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. હાલ આ પ્રકારની કોઈ તાલીમની જરૂર નહીં હોવા છતાં યોજવામાં આવતા એક છુપો રોષ પણ જોવા મળી રહ્યો છે.

કોરોના વાઈરસને લઈને સમગ્ર દુનિયા થર-થર ધ્રુજી રહી છે, ગુજરાતમાં પણ રોજના અસંખ્ય કેસો વધી રહ્યા છે. જેમાં અમદાવાદ ટોપ ઉપર હોય છે. વાઈરસને લઈને રાજ્યની મોટાભાગની સરકારી કચેરીઓ બંધ રાખવામાં આવી રહી છે. જરૂરિયાત પૂરતા કર્મચારીઓ બોલાવવામાં આવે છે. ગુજરાત રાજ્યના પોલીસ વડા પણ પણ દરરોજ પ્રેસ કોન્ફરન્સમાં નાગરિકોને ઘરે રહેવા માટે સૂચન કરી રહ્યા છે. પરંતુ ક્યાંક તેમના વિભાગમાં આ સૂચનનું પાલન થતું ન હોય તેવું જોવા મળી રહ્યું છે.

Police horse training will begin in the midst of Corona's fear

રાજ્યના ત્રણ મોટા શહેરો અમદાવાદ, ભાવનગર અને રાજકોટમાં આગામી 11મી મેના રોજથી અશ્વ તાલીમ શાળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદમાં 54 રાજકોટ ગ્રામ્યમા 33 અને ભાવનગરમાં 11 ઘોડે સવાર અને 11 અઠવાડિયા માટે તાલીમ યોજાશે. જેને લઇને 8મી મેના રોજ હાજર થવાનો આદેશ કરાયો છે. સરકાર પાસેથી આ બાબતે મંજૂરી લેવામાં આવી હોય તેવું જણાવ્યું છે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને તાલીમ આપવામાં આવશે, તે પણ આદેશ કરાયો છે. પરંતુ અમદાવાદ એવું શહેર છે જ્યાં રોજના 300 કરતાં વધુ કોરોના વાઇરસના કેસ આવી રહ્યા છે, તેને લઈને પોલીસ કર્મચારીઓ ડર અનુભવી રહ્યા છે.

મળતી માહિતી મુજબ અમદાવાદમાં જ્યા અશ્વ તાલીમ શાળા આવેલી છે, તેની બાજુમાં જ રેડ ઝૉન વિસ્તાર આવેલો છે. બીજી તરફ જે પોલીસ કર્મચારીઓ તાલીમ માટે એક વખત અમદાવાદ પહોંચશે, તે તાલીમ પૂરી થયા વિના બહાર નીકળી શકશે નહીં. પરિણામે એક તરફ મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે તેમના પરિવારનું ધ્યાન રાખવું પણ ચિંતાનો વિષય બની રહે છે. જ્યારે હાલમાં આ પ્રકારની તાલીમની કોઈ જરૂર જ નથી, તેવા સમયે તાલીમ યોજવામાં આવી રહી છે.

સરકાર એક તરફ પોલીસ કર્મચારીઓની ઘટ હોવાના કારણે કોરોના વાઈરસમાં સેવા બજાવવા માટે નિવૃત્ત પોલીસ કર્મચારી અને ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓની મદદ લઈ રહી રહી છે. જ્યારે આ કર્મચારીઓ જ્યારે તાલીમ લેવા જશે, ત્યારે તેમની ઘટ પણ સામે આવશે. હાલમાં જે પોલીસ કર્મચારીઓ અમદાવાદમાં ફરજ બજાવી રહ્યા છે. તે કોરોના વાયરસમાં ભોગ બની રહ્યા છે. ત્યારે આ તાલીમ ગોઠવવામાં આવતા કર્મચારીઓ ભયભીત થઈ ગયા છે. સરકાર આ બાબતે આ બાબતે યોગ્ય નિર્ણય કરી તાલીમને મહામારી દૂર થયા પછી યોજવામાં આવે તેવી પણ માંગ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details