રાજ્યના પોલીસવડા વિકાસ સહાય ગાંધીનગર:ગુજરાત પોલીસની કામગીરીમાં સુધારો થાય તે હેતુથી આજે રાજ્યના પોલીસવડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં સ્વર્ણિમ સંકુલ 1 ખાતે સેન્ટ્રલ એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ગુજરાતના તમામ પોલીસ જિલ્લા વડા, શહેર પોલીસ કમિશનર અને રેન્જ આઇજીના એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્ર સરકારની અલગ અલગ 7 જેટલી એજન્સીના અધિકારીઓએ હાજર રહીને પોલીસ વધુ સારું અને મજબૂત કામ કરી શકે તે માટે ટેકનોલોજીનું મહત્વ અને તેનો ઉપયોગ કરવા પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
" ગુજરાત રાજ્યના તમામ પોલીસ કમિશનર, જિલ્લા એસપી અને રેન્જ IGની એક દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં કેન્દ્ર સરકારની કેટલીક એજન્સીઓ પણ જોડાઈ છે જે આંતરિક સુરક્ષાના ક્ષેત્રમાં ખૂબ સારું કામ કરી રહી છે અને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી આંતરિક સુરક્ષા કઈ રીતે વધુ મજબૂત કરી શકાય તે બાબતની કામગીરી કરી રહી છે." - વિકાસ સહાય (DGP, ગુજરાત રાજ્ય)
ક્યાંથી આવ્યો DGPને આવો વિચાર ? ગુજરાત પોલીસવડા વિકાસ સહાયે નિવેદન આપ્યું હતું કે છેલ્લા કેટલાય મહિનામાં મારે દિલ્હી જવાનું થયું હતું અને સેન્ટ્રલ એજન્સીઓના અધિકારીને હું મળ્યો હતો ત્યારે મને એવું થયું કે આ પ્રકારની સંસ્થાઓ કેન્દ્ર સરકારની છે તેમની શું કામગીરી છે ? શું જવાબદારી છે ? અને ગુજરાત રાજ્યની પોલીસને કઈ રીતે મદદ થઈ શકે તે માટે આ અધિકારીઓને ગુજરાત બોલાવીને એક પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. જે ગુજરાત પોલીસને કઈ રીતે મદદ થઈ શકે તે બાબતની ચર્ચા વિચારણા કરવામાં આવી છે. આ આયોજન થકી આપણા ગુજરાત પોલીસના અધિકારીઓને પણ કેન્દ્ર સરકારની એજન્સીઓની કામગીરી બાબતે માહિતી મળે.
ગુજરાત પોલીસને વધુ મજબૂત બનાવાશે: DGP વિકાસ સહાયે વધુમાં જણાવ્યું હતું કે આજે કેન્દ્ર સરકારની 7 જેટલી એજન્સીના અધિકારો ગુજરાતમાં આવ્યા છે અને તેઓની કામગીરી બાબતે પ્રેઝન્ટેશન આપ્યું હતું. ગુજરાત પોલીસ ફોર્સને વધુ મજબૂત બનાવી શકીએ તે હેતુથી આ પ્રકારનું કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સ પછી ગુજરાતના અધિકારીઓ વધુ સારી રીતે કામગીરી કરી શકશે અને પોતાની ક્ષમતા પણ વધારી શકશે અને ભવિષ્યમાં મદદ પણ મેળવી શકશે. જ્યારે આ એવી સંસ્થાઓ છે કે પોલીસની કામગીરીમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ તે ખૂબ આવશ્યક છે. ગુજરાત પોલીસ ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરે તે રીતનું આયોજન અને ભવિષ્યની કામગીરી બાબતે ચર્ચા કરવામાં આવશે.
- આયુર્વેદિક સિરપ પીધા બાદ 3 લોકોના મોત, 55થી વધુ લોકોએ ખરીદી હતી આર્યુવેદિક સિરપ: DGP વિકાસ સહાય
- E Challan: અમદાવાદના વાહનચાલકોએ 8 વર્ષે પણ નથી ભર્યાં ઈ-ચલણ, આંકડો 300 કરોડ આંબી જતાં પોલીસ લાલઘૂમ
- Rajkot Police : જિલ્લામાં સાઈબર ક્રાઈમ અટકાવવા ખાખીનો માસ્ટર પ્લાન