ભાજપે એકલા હાથે કેન્દ્ર સરકારમાં બહૂમતિ મેળવશે તેવું ચિત્ર સ્પષ્ટ થઇ જતા કોબા ખાતે આવેલા પ્રદેશ કાર્યાલય કમલમમાં ભાજપના નાના-મોટા કાર્યકરો મોટી સંખ્યમાં ઉમટી રહ્યાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી સહિતના દિગ્ગજ નેતાઓ કમલમ પહોંચી રહ્યાં છે. લોકસભાની ચૂંટણીમાં થયેલી જીતની ભવ્ય ઉજવણી નક્કી કરાયું છે. સાંજે પાંચ વાગ્યે ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવાશે. બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બા એ મોદીને જીત માટે આશિર્વાદ આપ્યા છે. તેમને મળવા ગયેલા ભાજપના આગેવાનોને પણ હીરા બા એ શુભેચ્છા પાઠવી છે.
હીરાબાએ મતદારોનો માન્યો આભાર, ચહેરા પર છલકી પુત્રના વિજયની ખુશી - Gujaratinews
ગાંધીનગર: ભાજપ એકલા હાથે કેન્દ્ર સરકારમાં બહુમતિ મેળવશે તેવું ચિત્ર સ્પષ્ટ થઇ જતા કોબા ખાતે આવેલા પ્રદેશ કાર્યાલય કમલમમાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યમાં હાજર રહ્યાં છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી તથા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી સહિતના દિગ્ગજ નેતાઓ કમલમ પહોંચી રહ્યાં છે. તો બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બા એ મોદીને જીત માટે આશિર્વાદ આપ્યા છે. તેમને મળવા ગયેલા ભાજપના આગેવાનોને પણ તેઓએ શુભેચ્છા પાઠવી છે.
મોદીના માતા હીરાબાએ મતદારોનો આભાર માન્યો
લોકસભા ચૂંટણીના પરિણામમાં ફરીવાર મોદી સરકાર બનવા જઈ રહી છે, ત્યારે પીએમ મોદીના માતા હીરાબાએ પણ મતદારોનો આભાર માન્યો હતો. આ દરમિયાન તેમની સાથે નરેન્દ્ર મોદીનું પરિવાર પણ ઉપસ્થિત હતું. હીરાબાના ચહેરા પર પુત્રના વિજયની ખુશી જોવા મળી હતી અને રોમાંચિત ભાવ સાથે આભાર વ્યક્ત કરતા જોવા મળ્યા હતાં. આ સિવાય સ્થળ પર ઉપસ્થિત લોકોએ હર હર મોદી અને વંદે માતરમના નારા લાગવ્યા હતાં.