ગુજરાત

gujarat

ETV Bharat / state

PM Modi Gujarat Visit : સંગઠન વધુ મજબૂત કરો, ટોપી અને ખેસ હવે ભાજપની ઓળખ - ગુજરાત ભાજપ પ્રદેશ કાર્યાલય

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ વર્ષના સમયગાળા બાદ (PM Modi Gujarat Visit )કમલમ આવ્યા હતા. ગુજરાત ભાજપના યમલ વ્યાસે વડાપ્રધાન મોદીની બેઠક બાદ ETV Bharat સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સંગઠન હજુ વધારે મજબૂત કરવાની સૂચના આપી છે.

PM Modi Gujarat Visit : સંગઠન વધુ મજબૂત કરો, ટોપી અને ખેસ હવે ભાજપની ઓળખ
PM Modi Gujarat Visit : સંગઠન વધુ મજબૂત કરો, ટોપી અને ખેસ હવે ભાજપની ઓળખ

By

Published : Mar 11, 2022, 7:15 PM IST

Updated : Mar 11, 2022, 7:45 PM IST

ગાંધીનગર: ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન અને હાલ દેશનાવડાપ્રધાન વર્ષ 2017 વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપ પ્રદેશ કાર્યાલય (Gujarat BJP Pradesh Office)આવ્યા હતા. ત્યારબાદ આજે પાંચ વર્ષના સમયગાળા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કમલમ (Prime Minister meeting in Kamalam)આવ્યા હતા. ગુજરાત ભાજપના મુખ્યપ્રવક્તા યમલ વ્યાસે વડાપ્રધાન મોદીની બેઠક બાદ ETV Bharat સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએગુજરાતમાં સંગઠન હજુ વધારે મજબૂત કરવાની સૂચના આપી છે.

હવે ટોપી અને ખેસ ભાજપની ઓળખ

હવે ટોપી અને ખેસ ભાજપની ઓળખ

યમલ વ્યાસે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi Gujarat Visit )રાજ્યના તમામ સભ્યો ધારાસભ્યો ચૂંટાયેલી પાંખના વડા સાથે સામાન્ય ચર્ચા કરી હતી. સાથે જ રાજ્યમાં ભાજપના સંગઠનને વધુ મજબૂત કરવાની સૂચના પણ આપી છે. જ્યારે હવે આવનારી વિધાનસભામાં ભાજપની ઓળખાણ ટોપી અને ખેસ થશે આમ વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના તમામ કાર્યકર્તાઓ અને નેતાઓ કેસરી ટોપી માં જોવા મળશે.

આ પણ વાંચોઃPM Modi Gujarat Visit: PM મોદી અને મોહન ભાગવત અમદાવાદમાં - શાહ પણ આવશે, સંયોગ કે આયોજન?

પીએમ મોદી કમલમ ના જમ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલા ભાજપ પક્ષ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કમલમમાં પોતાના બપોરનું ભોજન ગ્રહણ કરશે. પરંતુ મળતી માહિતી પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંમેલનનો કાર્યક્રમ પતાવીને તાત્કાલિક ધોરણે રાજભવન જવા નીકળી ગયા હતા અને ત્યાર બાદ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કમલામાં ભોજન ગ્રહણ કર્યું હતું. આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કમલમથી ભોજન લીધા વગર નીકળી ગયા હતા અને રાજભવનમાં ભોજન લીધું હતું.

કોરોનાને કારણે આવી શક્યો નહિ

સમન્વય બેઠક પૂર્ણ થયા બાદ બરોડાના ધારાસભ્ય કેતન ઈમાનદાર પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંમેલનમાં હું કોરોનાના કારણે બે વર્ષથી આવી શક્યો ન હોવાનું કારણ દર્શાવ્યું હતું ત્યારે વિધાનસભાની ચૂંટણીને લઈને કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવામાં આવી નથી. જ્યારે આ એક ફક્ત સામાન્ય કાર્યક્રમ હતો ગુજરાતના તમામ ધારાસભ્યો સ્થાનિક સ્વરાજ્યમાં ચૂંટાયેલા પાંખોના સભ્યો અને કોર્પોરેશનના મેયર સાથે મળવાનો એક સામાન્ય કાર્યક્રમ હતો.

આ પણ વાંચોઃPm modi Ahmedabad GMDC : પંચાયત મહાસંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના તમામ સરપંચોને આપ્યાં મહામંત્રો

Last Updated : Mar 11, 2022, 7:45 PM IST

ABOUT THE AUTHOR

...view details