ગુજરાત

gujarat

ETV Bharat / state

PM Modi Gujarat Visit : PM મોદીએ આવાસ લાભાર્થીઓ સાથે કર્યો સીધો સંવાદ, સંબોધનમાં કઇ કઇ વાતોની કરી ચર્ચા, જૂઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની એકદિવસીય મુલાકાત દરમિયાન અનેકાનેક કાર્યક્રમોમાં ભાગ લીધો છે. જેમાં ગાંધીનગર મહાત્મા મંદિરમાં અમૃત આવાસોત્સવ કાર્યક્રમ હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરી હતી તેમ જ સંબોધિત કર્યાં હતાં. આમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારોના આવાસ લાભાર્થીઓ શામેલ છે.

PM Modi Gujarat Visit : પીએમ મોદીએ આવાસ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો, સંબોધનમાં કઇ કઇ વાતો ઉઠાવી જૂઓ
PM Modi Gujarat Visit : પીએમ મોદીએ આવાસ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો, સંબોધનમાં કઇ કઇ વાતો ઉઠાવી જૂઓ

By

Published : May 12, 2023, 4:18 PM IST

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવ્યાં છે. સવારે અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પુષ્પગુચ્છ આપી તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતની કાર્યક્રમ શૃંખલામાં ગાંધીનગરમાં અમૃત આવાસોત્સવ કાર્યક્રમ પણ સમાવેશ થયો છે. ત્યારે પીએમ મોદીમહાત્મા મંદિર ખાતે અમૃત આવાસોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.પીએમ મોદીએ આ સાથે જ 2452 કરોડના વિકાસકાર્યોના ઇ-લોકાર્પણ પણ કર્યા છે.

પીએમ મોદી દ્વારા આજે થયેલા લોકાર્પણ અને ખાતમૂહુર્ત :1762 કરોડના પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનના કામો થયાં છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 18997 આવાસોના ગૃહપ્રવેશ, 7113 આવાસોના લોકાર્પણ, 4331 આવાસોના ખામુહૂર્ત કરવામાં કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત 184 કરોડના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 12000 આવાસોના લોકર્પણ કરવામાં આવ્યા હતા. આ કુલ 1946 કરોડના 42,441 આવાસોમાં ગૃહ પ્રવેશ,લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ 2452 કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત શહેરી વિકાસ વિભાગના 1654 કરોડના 13 પ્રકલ્પો, પાણી પુરવઠો વિભાગના 734 કરોડના 6 પ્રકલ્પો, માર્ગ અને મકાન વિભાગના 39 કરોડના એક પ્રકલ્પો તેમજ ખાણ અને વિભાગ GIDCના 25 કરોડના 1 પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:PM Modi Visit Gujarat: શિક્ષક અધિવેશનમાં મોદીએ કહ્યું, માત્ર શિક્ષક નહીં ગાઈડ અને મેન્ટર બનો

  1. PM Narendra Modi Gujarat: મોદી આજે ગુજરાતમાં, જાણો આખા દિવસનો કાર્યક્રમ
  2. PM Modi Gujarat Visit: 12મી મે એ PM નરેન્દ્ર મોદી 1545 કરોડના કામોના કરશે ખાતમુહૂર્ત-લોકાર્પણ

લાભાર્થીઓ સાથે સીધો સંવાદ :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે ઓનલાઇન સીધી વાતચીત કરી હતી. જેમાં તેમણે રાજ્યના અલગ અલગ સ્થળો પરથી લાભાર્થીઓ સાથે વાત કરીને તેમને કેવું આવાસ મળ્યું છે પૂછ્યું હતું. તેમણે શો સંવાદ સાધ્યો તેના પર એક નજર કરીએ.

મહિલાઓના નામે સંપત્તિ

ગરીબ લોકો માટે અનેક નિર્ણય : વડાપ્રધાન મોદીએ આવાસ યોજનાના લાભાર્થી સહિત ઉપસ્થિતોને સંબોધતાં જણાવ્યું હતું કે આજે આજ ગુજરાતના હજારો લોકોને ગૃહપ્રવેશ મળ્યો છે. ગામડાઓ અને શહેરના વિકાસના કામો લોકાર્પણ કરવાનો મને અવસર મળ્યો છે. ભાજપ માટે દેશનો વિકાસ એક નિયમ છે. ગુજરાતમાં ભાજપની સરકાર બન્યે થોડાક જ દિવસ થયા છે. ગુજરાતમાં સતત વિકાસ કરવામાં આવી રહ્યો છે. ગરીબ લોકો માટે અનેક નિર્ણય લેવામાં આવી રહ્યા છે.

આજે ગુજરાતના હજારો લોકોને ગૃહપ્રવેશ મળી રહ્યો છે. ગુજરાતમાં ભાજપ સરકાર બની હજુ થોડાક દિવસો થયા છે. આજે હજારો મકાનોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત પણ કરવામાં આવી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા ગરીબોને લઈને અનેક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. 25 લાખ લોકોને આયુષ્યમાન કાર્ડ, હજારો લોકોને પોતાના સ્વપ્નનું ઘરનું ઘર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે અલગ બજેટની જોગવાઈ પણ કરવામાં આવી રહી છે. ગુજરાતની ડબલ એન્જિન સરકાર આજે ડબલ ગતિએ કામ કરી રહી છે. જેને લઈ ગુજરાતમાં અભૂતપૂર્વ પરિવર્તન જોવા મળી રહ્યું છે. નરેન્દ્ર મોદી (વડાપ્રધાન)

ડબલ ગતિથી કામ :પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં 25 લાખ લોકોને આયુષ્યમાન કાર્ડ બનાવી દેવાયાં છે. ગુજરાતમાં 4 નવી મેડિકલ કોલેજ ખુલી છે. આંતરમાળખાકીય સુવિધાઓના કામો માટે અલગથી બજેટ ફાળવવામાં આવ્યું છે. ગુજરાતની ડબલ એન્જિન સરકાર ડબલ ગતિથી કામ કરી રહી છે. ગુજરાતમાં અભૂતપૂર્વ પરિવર્તન થયું છે. ઘણા સમયે ગુજરાતમાં વિકાસ જોવા મળ્યો હતો. લોકોએ પોતાના ઘરનું ઘરનું સપનું છોડી દીધું હતું. પંરતુ ભાજપ સરકારે આ સમસ્યા દૂર કરી છે. લોકો જોડે સરકાર જાતે જઈ રહી છે.

પહેલાંની અને હવેની સરકારનું કામ જોવું જોઇએ :ગુજરાતમાં ભાજપ સરકાર ભ્રષ્ટાચાર,ભેદભાવ સમાપ્ત કરતાં જઇ રહી છે. ભાજપ સરકાર ધર્મ અને જાતિ જોતી નથી. ગરીબને મૂળ આવશ્યકતાઓની ચિંતા ઓછી થાય તો તેને શાંતિ થાય છે. અનેક ગરીબ લોકોને આજ પાકું મકાન મળ્યું છે. જૂની નીતિ પર ચાલી દેશનું ભાગ્ય બદલી શકાતું નથી. પહેલાંની સરકાર કેવી રીતે કામ કરી હતી અને અમારી સરકાર કેવી રીતે કામ કરી રહી છે તે જોવું જોઈએ. પહેલા શૌચાલય નહોતાં. પોતાનું પાકું મકાન નહોતું. પરંતુ 2014 બાદ લોકોને પીએમ આવાસ યોજનામાં પાકું મકાન આપવામાં આવી રહ્યું છે.

મહિલાઓના નામે સંપત્તિ : ભાજપ સરકાર સીધા બેંક ખાતામાં પૈસા આપી રહી છે,પહેલા આવું થતું નહોતું. 2014 પહેલા લાભાર્થી પાસે પૈસા પહોંચે તે પહેલાં ભ્રષ્ટાચાર જોડે પહોચી જતો હતો. ગરીબને સરકારી ઓફિસમાં ચક્કર લગાવવા પડી રહ્યા હતા. આજે મફત આરોગ્ય અને અનાજ આપવામાં આવી રહ્યું છે. મહિલા સશક્તિકરણ પર કામ કરવામાં આવી રહ્યું છે. આજે લોકાર્પણ કરાયા તે આવાસોમાં 70 ટકા મકાન મહિલા લાભાર્થીના નામ પર છે. દેશમાં પહેલી વખત મહિલાઓના નામે કોઈ પ્રોપટી જોવા મળી રહી છે. હવે સરકારી યોજનાના લાભાર્થીમાં મહિલાનું નામ જોડવામાં આવે છે. આજે કરોડો મહિલા લાખોપતિ બની છે.આ લખપતિ દીદી મને આશીર્વાદ આપી રહી છે. જેથી હું સારું કામ કરી રહ્યો છું.

2014 પહેલા લોકોને શૌચાલય પણ પ્રાપ્ત થતું ન હતું. લોકોને પોતાનું પાકું મકાન ન હતું. પરંતુ 2014માં અમારી સરકાર બનતા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લોકોને પાકું મકાન આપવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા સીધા દેશના લોકોના ખાતામાં જ પૈસા જમા કરવામાં આવી રહ્યા છે. 2014 પહેલા લાભાર્થીઓ પાસે પૈસા પહોંચે તે પહેલા ભ્રષ્ટાચારી લોકો સાથે પહોંચી જતા હતા. ગરીબ લોકોને સરકારી ઓફિસના ચક્કર લગાવીને પણ થાકી જતા હતાં પરંતુ તેમના કામ થતા ન હતાં. ભારતીય જનતા પાર્ટીની સરકાર મહિલા સશક્તિકરણ પર કામ કરી રહી છે. કેન્દ્ર સરકારની સરકારી યોજનાનો લાભ આજે 70 ટકા મહિલા લઇ રહી છે...નરેન્દ્ર મોદી (વડાપ્રધાન)

મકાન બનાવવામાં ટેક્નોલોજી :રાજકોટમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને મકાન તૈયાર કર્યાં હતાં. આ ટેક્નોલોજી પ્રયોગ દેશનાં 6 શહેરમાં કર્યો છે. પહેલા રિયલ એસ્ટેટ સેકટરમાં મનમાની ચાલતી હતી. હવે રેરા કાનૂન લાવવામાં આવ્યો છે. જેવી ડિઝાઈન બનાવી હોય તેવા મકાન આપવામાં આવી રહ્યા છે. મધ્યમ વર્ગને બેંક લોન સાથે વ્યાજની વ્યસ્થા કરવામાં આવી છે. 11000 કરોડના મદદ કરી તેમના સપના પૂર્ણ કર્યાં છે. ગુજરાતના અનેક શહેરના ભવિષ્યમાં આવનાર સમયને ધ્યાનમાં રાખીને સુધાર કરવામાં આવી રહ્યો છે.

શહેરમાં સુવિધાઓમાં વધારો : દેશના 100 જેટલા શહેરને સુધારવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. 2014 પહેલા દેશનાં 250 કિમી ઓછું નેટવર્ક હતું. જ્યારે છેલ્લા 9 વર્ષમાં 600 કિમી મેટ્રો ટ્રેક બન્યા છે. દેશમાં 20 જેટલા શહેરમાં મેટ્રો ચાલી રહી છે. ગુજરાતના અનેક શહેરના ઇલેક્ટ્રિક બસો પણ ચલાવવામાં આવી રહી છે. શુદ્ધ હવા મળે તે માટે પણ કામ કરવામાં આવી રહ્યું છે. 2014માં 14 ટકા વેસ્ટ પ્રોસેસ થતું હતું અને હવે 70 ટકા વેસ્ટ પ્રોસેસ કરવામાં આવી રહ્યું છે.

પીએમ મોદીએ મૂળ ડાકોરના પણ સુરતમાં રહેતાં દીપલબેન પટેલ સાથે વાત કરી હતી. દીપલબેને જણાવ્યું કે પહેલાં તેઓ ભાડાંના ઘરમાં રહેતા હતાં. પ્રધાનમંત્રી આવાસ યોજના થકી પોતાનું ઘર મળ્યું છે. દીકરીને દાદાએ ઘર આપ્યું છે. અન્ય એક લાભાર્થી જેમની સાથે પીએમ મોદીએ વાત કરી તેઓ ભાવનગરથી સોનલબેન હતાં જેમણે પણ કહ્યું કે તેઓ 10 વર્ષથી ભાડાંના મકાનમાં રહેતાં હતાં અને હવે પોતાનું ઘર મળ્યું છે. આણંદના સરોજબેનને પીએમ મોદીએ મકાન બાબતે પૂછ્યું ત્યારે સરોજબેને જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા મકાન અપાવવામાં મદદ કરવામાં આવી હતી. તો રાજકોટ લોધિકાના ગામથી વાત કરતાં બહેને જણાવ્યું હતું કે મકાન મળતાં ઘરના બધાં ખુશ છીએ. લાભાર્થી મહિલાઓ

સીએમ સહિત પ્રધાનો ઉપસ્થિત : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસ ગુજરાત પ્રવાસે આવ્યા છે. જેમાં શિક્ષકો સાથે સંવાદ કાર્યક્રમમાં હાજરી આપી ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે રાજ્યના અમદાવાદ, ખેડા, દેત્રોજ, સુરત, જામનગર, રાજકોટ શહેરમાં આવસોના લોકાર્પણ, ગૃહપ્રવેશ તેમજ ખાતે મુહૂર્ત કર્યા હતાં. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કૃષિ પ્રધાન રાઘવજી પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ,ગ્રામ વિકાસપ્રધાન કુંવરજી હળપતિ હાજર રહ્યાં હતા.

ABOUT THE AUTHOR

...view details