ગુજરાત

gujarat

ETV Bharat / state

PM Modi Gujarat Visit 2022: કમલમ બહાર અમદાવાદના મેયરને પીએમના ફોટો પાછળ 20 મિનિટ છુપાવું પડ્યું, જાણો કેમ ? - Ahmedabad Airport

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત (PM Modi Gujarat Visit 2022)પ્રદેશ કાર્યાલય કમલમમાં લગભગ 11.35 ની આસપાસ પહોંચ્યા હતા. તેમના કાફલામાં 50થી વધુ ગાડીઓ હતી. જ્યારે અમદાવાદના મેયર કિરીટ પરમાર(Ahmedabad Mayor Kirit Parmar) વડાપ્રધાનનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કરવા ગયા હતા અને અમદાવાદ એરપોર્ટથી જ તેઓ અંતિમ ગાડીમાં હતાં.આમ વડાપ્રધાનનો કાફલો પહોંચ્યા બાદ પંદર-વીસ મિનિટ બાદ તેઓ પહોંચ્યા હતાં.

PM Modi Gujarat Visit 2022: કમલમ બહાર અમદાવાદના મેયરને પીએમના ફોટો પાછળ 20 મિનિટ છુપાવું પડ્યું, જાણો કેમ ?
PM Modi Gujarat Visit 2022: કમલમ બહાર અમદાવાદના મેયરને પીએમના ફોટો પાછળ 20 મિનિટ છુપાવું પડ્યું, જાણો કેમ ?

By

Published : Mar 11, 2022, 6:15 PM IST

ગાંધીનગર: વડાપ્રધાનનરેન્દ્ર મોદી આજે ગુજરાતના (PM Modi Gujarat Visit 2022)તમામ સાંસદ સભ્યો ભાજપના ધારાસભ્યો અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચૂંટાયેલા ભાજપના પદાધિકારીઓ અને જિલ્લા પ્રમુખો તથા 8 કોર્પોરેશનના મેયરો સાથે ખાસ બેઠક યોજી હતી. આ દરમિયાન અમદાવાદના મેયર કિરીટ પરમારને મોડું થતાં તેઓને 20 મિનિટ જોવી કમલમની બહાર રાહ જોવી પડી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં

મીડિયાથી બચવા પીએમના ફોટોનો સહારો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમખાતે લગભગ 11.35 ની આસપાસ પહોંચ્યા હતા. તેમના કાફલામાં 50થી વધુ ગાડીઓનો સમાવેશ થયો હતો. જ્યારે અમદાવાદના મેયર કિરીટ પરમાર વડાપ્રધાનનું અમદાવાદ એરપોર્ટ(Ahmedabad Airport)પર સ્વાગત કરવા ગયા હતા અને અમદાવાદ એરપોર્ટ થી જ તેઓ અંતિમ ગાડીમાં હતા.આમ વડાપ્રધાનનો કાફલો પહોંચ્યા બાદ પંદર-વીસ મિનિટ બાદ તેઓ પહોંચ્યા હતા. જેથી તમામ પદાધિકારીઓ માટેનો એન્ટ્રી પોલીસ જવાનો દ્વારા બંધ કરવામાં આવી હતી જ્યારે એન્ટ્રી લેવા માટે કિરીટ પરમારને કમલમ બહાર નરેન્દ્ર મોદીના ફોટાની પાછળ મીડિયાથી બચીને રહેવાનો વારો આવ્યો હતો.

આ પણ વાંચોઃPM Modi Gujarat visit: PM Modi 5 વર્ષ પછી પધાર્યા કમલમ્

મીડિયા કન્વીનરો અંદર જવામાં મહેનત કરી

અમદાવાદના મેયર કિરીટ પરમારને સંમેલનમાં જતા રોકવામાં આવ્યા હતા.તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા પાછળ સંતાયા હતા. મીડિયામાં બચવા માટે તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાનો આશરો લીધો હતો. આ વાતની જાણ કરવા વિનંતી તથા મિડીયાના તાત્કાલિક ધોરણે દરવાજા પાસે પહોંચ્યા હતા અને અંદર રહેલા ભાજપ પ્રદેશ કાર્યાલયઅને મીડિયા વિભાગના આગેવાનોને ફોન કરીને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ કિરીટ પટેલને અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો.

રજીસ્ટ્રેશન ફરજીયાત

ગુજરાતના સાંસદો ધારાસભ્યો જિલ્લા અધિકારીઓ પદાધિકારીઓ અને તમામ જિલ્લાના ભાજપના પ્રમુખોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલા સંમેલનમાં ખાસ હાજરી આપવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં તમામ સભ્યોએ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રાખવામાં આવ્યું હતું. સાથે જ ભાજપ પક્ષ દ્વારા આપવામાં આવેલ ટેબલેટ પણ લઈને આવવાની સૂચનાઓ આપવામાં આવી હતી મહત્વની વાત કરવામાં આવે તો બેઠક પૂર્ણ થયા બાદ કોઈપણ સભ્ય દ્વારા કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવામાં આવી ન હતી અને આ ફક્ત એક રૂટીન મુલાકાત હોવાની વાતો કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃPM Modi Gujarat Visit 2022: 10 કિમીના રોડ શૉ દરમિયાન PM મોદી જોવા મળ્યા ખુશખુશાલ

ABOUT THE AUTHOR

...view details