ભાજપ દ્વારા પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી ગાંધીનગર : 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. ત્યારે ભાજપ પક્ષ દ્વારા તમામ ધારાસભ્યોને સાત દિવસ માટે સાપ્તાહિક પર્વ ઉજવણી માટેની સૂચના આપી દેવામાં આવી છે. જે અંતર્ગત આજે ગાંધીનગર શહેરમાં માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ પાટણથી 150 ટન માટી મંગાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રેત શિલ્પ તૈયાર કરાવડાવીને જાહેર જનતા માટે ખુલ્લું મૂક્યું હતું.
કલા અનેક પ્રકારની હોય છે. ત્યારે શિલ્પ પણ એક કલા છે અને શિલ્પમાં પણ રેત શિલ્પ એ વિશેષ કળા છે. આ રીત શિલ્પકળા જનરલી દક્ષિણ ભારતમાં અને ઓડિશા બાજુ જોવા મળતી હોય છે. એ દરિયા કિનારાની આ કળા છે ત્યારે આજે મેં જે પ્રયાસ કર્યો છે તે મહાનગરપાલિકામાં અને શહેરી વિસ્તારમાં લાવવાનો પ્રયાસ કર્યો છે... અનિરુદ્ધ દવે (માંડવીના ધારાસભ્ય )
પીએમ મોદીની પ્રેરણા : વાત વર્ષ 2008માં તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેઓ માંડવીના દરિયા કિનારે આવ્યા હતાં અને માંડવીના દરિયા કિનારે શિલ્પ કલાકારો દ્વારા રેત શિલ્પ બનાવ્યું હતું અને તે વખતે મોદીએ સૂચન કર્યું હતું કે હવે આ કળાને ગુજરાતમાં શીખ્યા અને કચ્છના લોકો પણ અપનાવે ત્યારે હું નગરપાલિકાના પ્રમુખ હતો. વડાપ્રધાન મોદીની પ્રેરણા લઈને કચ્છના એક કલાકારને તૈયાર કરવામાં આવ્યો છે એનું નામ અનિલ જોશી છે.
અનિલ જોશીએ ગાંધીનગર બનાવી કલાકૃતિ :ગાંધીનગર કોર્પોરેશનમાં આ કલાકૃતિ તૈયાર કરી છે અને તેઓ પોરબંદર દ્વારકા માંડવી અને ગુજરાતના દરિયા કિનારે શિલ્પો બનાવ્યા છે. જ્યારે તટીય વિસ્તારના લોકો તો રેતી શિલ્પનો લાભ લેતા હોય છે. પરંતુ કોર્પોરેશન અને નગરપાલિકાના લોકો આનો લાભ લઈ શકતા નથી. તેના કારણે જ ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને ગાંધીનગરથી રેત શિલ્પ બનાવીને જન્મ દિવસની ઉજવણીનો પ્રારંભ કર્યો છે.
G20 અને ચંદ્રયાન થીમ :માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે ઈટીવી ભારત સાથેની વાતચીતમાં રેત શિલ્પ વિશે વાત કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેત શિલ્પમાં g20 ની થીમ અને નવ વર્ષ ગરીબી કલ્યાણની થીમ રાખવામાં આવી છે. આ ઉપરાંત ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર કોઈપણ દેશે પહોંચ્યો નથી અને ભારતે પોતાનું ચંદ્રયાન ત્રણ દક્ષિણ ધ્રુવ ઉપર ઉતાર્યું છે, તેની સફળતા પણ રેત શિલ્પમાં કંડારવામાં આવી છે.
- Seva Pakhvadiyu : ભારતીય જનતા પાર્ટી દ્વારા PM મોદીના જન્મદિનની ઉજવણી અંતર્ગત ખાસ આયોજન
- PM Modi Birthday: PM મોદીના જન્મદિવસની ભેટરૂપે સુરતના ચાહકે હાથ પર કરાવ્યું ટેટુ
- ન બંગલો, ન કાર, છતાં વડાપ્રધાન મોદી છે કરોડપતિ