ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી પરીક્ષામાં હજાર વિદ્યાર્થીઓ નાપાસ થયા છે, દર વર્ષે અનેક વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. ત્યારે વાલી મંડળના પ્રમુખ કનુ પટેલે કહ્યું કે, આગામી વર્ષથી અભ્યાસક્રમ બદલાઈ રહ્યો છે ત્યારે નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પરીક્ષા પાસ કરવી મુશ્કેલ થઈ પડશે. તેથી ચાલુ વર્ષે જે પરીક્ષામાં નાપાસ થયા છે તે તમામ વિદ્યાર્થીઓની પુરક પરીક્ષા લેવામાં આવે. તેથી આજે રવિવારે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના નિવાસ્થાને અમે રજૂઆત કરવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે અમારી રજૂઆત સાંભળીને યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી.
તમામ વિષયની પૂરક પરીક્ષા જૂનમાં લેવા વાલીઓએ શિક્ષણપ્રધાનને કરી માંગ
ગાંધીનગરઃ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી પરીક્ષામાં એક વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા જૂન-જુલાઈ મહિનામાં લેવામાં આવે છે. ત્યારે વાલી મંડળ આજે શિક્ષણ પ્રધાનના નિવાસસ્થાને તમામ વિષયની પૂરક પરીક્ષા લેવાની માંગ સાથે રજૂઆત કરવા પહોંચ્યા હતા. વાલીમંડળના ડૉ. કનુ પટેલે આગામી વર્ષથી કોર્સ બદલાઇ રહ્યો છે. તેથી ચાલુ વર્ષે તમામ વિષયમાં નાપાસ વિદ્યાર્થિઓની પૂરક લેવામાં આવે તેવી માંગ વાલીઓ કરી રહ્યા છે.
અમારા વાલીમંડળ દ્વારા શિક્ષણ પ્રધાનને રજૂઆત કરવામાં આવી હતી કે, જૂન-જુલાઈમાં લેવાતી પુરક પરીક્ષામાં એક કરતાં વધુ વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને એક કરતાં વધુ વિષયની અથવા બધા વિષયની પૂરક પરીક્ષા લેવામાં આવે. ઘણા વિદ્યાર્થીઓને રેગ્યુલર અપાતું 15 માર્ક્સનું ગ્રેસિંગ આપવામાં આવ્યું નથી, તો અંદરની જગ્યાએ 20 માર્કસનું ગ્રેસિંગ આપવામાં આવે, જ્યારે રિ-એસએસમેન્ટની પ્રક્રિયાની સમય મર્યાદા ઘટાડવી, જેથી વિદ્યાર્થીઓનું એક વર્ષ ના બગડે. આ બાબતે શિક્ષણપ્રધાને પણ અમારી રજૂઆત સાંભળી છે અને યોગ્ય ન્યાય કરવા ખાતરી આપી છે.