ગુજરાત

gujarat

By

Published : Jan 10, 2020, 1:28 PM IST

Updated : Jan 10, 2020, 8:41 PM IST

ETV Bharat / state

વિધાનસભાગૃહમાં રાજ્યપાલ પ્રવચન શરૂ કરે તે પહેલાં જ કોંગ્રેસનો હોબાળો, રાજ્યપાલે ગૃહ છોડ્યું

ગાંધીનગર : આજે વિધાનસભાનુંં એક દિવસીય સત્ર મળ્યુ હતું. જેમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય સંબોધન કરે તે પહેલાં જ કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યોએ CAAના વિરોધમાં પોસ્ટર દેખાડ્યા હતા. જેથી રાજ્યપાલ દેવવ્રત આચાર્ય સંબોધન છોડીને ગૃહમાંથી બહાર નીકળી ગયા હતાં.

ગૃહમાં રાજ્યપાલ પ્રવચન શરૂ કરે તે પહેલાં જ કોંગ્રેસનો વિરોધ
ગૃહમાં રાજ્યપાલ પ્રવચન શરૂ કરે તે પહેલાં જ કોંગ્રેસનો વિરોધ

વિધાનસભાના એક દિવસીય સત્રની શરૂઆત રાજ્યપાલના પ્રવચનથી શરૂ કરવાની હતી. પરંતુ, રાજ્યપાલના પ્રવચન ગૃહમાં શરૂ કરે તે પહેલાં જ કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહની અંદર જ વિરોધનો સુર ઉઠાવ્યો હતો.

કોંગ્રેસ પક્ષ દ્વારા તમામ પ્રકારનું અગાઉથી જ આયોજન કરવામાં આવ્યું હતું અને વિરોધ કઈ રીતે કરવો તે અંગેનું પણ આયોજન અગાઉની બેઠકમાં કરવામાં આવ્યું હતું, ત્યારે વિધાનસભા ગૃહની શરૂઆતના ગણતરીની સેકન્ડોમાં જ કોંગ્રેસે પોસ્ટર બતાવીને ગૃહમાં વિરોધનો સૂરએ લગાવ્યો હતો અને CAAનો વિરોધ ગૃહમાં પણ કર્યો હતો.

વિધાનસભાગૃહમાં રાજ્યપાલ પ્રવચન શરૂ કરે તે પહેલાં જ કોંગ્રેસનો હોબાળો, રાજ્યપાલે ગૃહ છોડ્યું
CAAના વિરોધમાં કોંગ્રેસના પોસ્ટરના કારણે રાજ્યપાલ દેવવ્રત આચાર્ય વિધાનસભા ગૃહમાં પોતાનું પ્રવચન શરૂ કરે તે પહેલા જ ગૃહ છોડવાની ફરજ પડી હતી અને તેઓ ગૃહમાંથી નીકળી ગયા હતા. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા બાળ મૃત્યુ, મહિલાઓ રોજગારી સહિતના મુદ્દે ગૃહમાં જ વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો જેના કારણે રાજ્યપાલ પોતાનું પ્રવચન ટૂંકાવીને ગૃહ છોડીને રવાના થયા હતા.
Last Updated : Jan 10, 2020, 8:41 PM IST

ABOUT THE AUTHOR

...view details