ગુજરાત

gujarat

ETV Bharat / state

સંતલપુરમાં GIDCની માંગ સાથે સામાજિક કાર્યકરો અનશન પર ઉતર્યા - workers

પાટણ: રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવે છે. ત્યારે વર્ષ 2009માં દેશના વડાપ્રધાન મોદી અને તત્કાલીન મુખ્યપ્રધાન દ્વારા વાઇબ્રન્ટ સમિટમાં સાંતલપુર વિસ્તારમાં GIDCના નિર્માણને લઇને MOU કરવામાં આવ્યા હતા. તો આ માટે ઇન્ડસ્ટ્રીઝ એક કરવા રાતોરાત આ ગેજેટ પણ કરવામાં આવ્યું હતું. જેને લઈને 9 વર્ષ બાદ સ્થાનિક આગેવાનો ગાંધીનગર ઉદ્યોગ ભવન ખાતે છેલ્લા ત્રણ દિવસથી અનશન પર રાજ્ય સરકારનો વિરોધ કરી રહ્યાં છે. રાજ્ય સરકાર સાંતલપુર GIDCની સ્થાપના કરે તેવી માંગ કરવામાં આવી છે.

સ્પોટ ફોટો

By

Published : Feb 16, 2019, 2:52 PM IST

છેલ્લા ત્રણ દિવસથી ગાંધીનગરના ઉદ્યોગ ભવન ખાતે સાંતલપુર સામાજીક આગેવાન એવા ગિરીશ બેઠા છે. તેઓની માંગણી છે કે, રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2009ની વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં MOU કરવામાં આવ્યા હતા. પરંતુ તે હજી સુધી કાગળ પર જ રહ્યાં છે. જ્યારે જમીનની ફાળવણી પણ કરવામાં આવી હતી.

જુઓ વિડીઓ
આ સાથે જ રાજ્ય સરકારે પણ ગેજેટ બહાર પાડ્યુ હતું. પરંતુ રાતોરાત રાજ્ય સરકાર દ્વારા રદ કરી દેવામાં આવ્યું છે. જેથી હવે રાજ્ય સરકાર ફરીથી સાંતલપુર GIDCની સ્થાપના કરે તેવી માંગ સાથે અનેક વખત આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તેમ છતાં પણ રાજ્ય સરકાર દ્વારા કોઇ જ પ્રકારનો નિર્ણય કરવામાં આવતો નથી.જુઓ વિડીઓ આ અંગે સુધીર ઠક્કરે જણાવ્યું હતું કે, 2019ના ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત થાય તે પહેલા પણ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિત ઉદ્યોગ ભવનના તમામ અધિકારીઓને અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ સાથે જ વર્ષ 2009માં રાજ્ય સરકારે જે ગેજેટ બહાર પાડ્યું હતું. તેમા જમીનનો રિ-સર્વે કર્યુ હતું.
તે તમામ પ્રકારની રજૂઆત લેખિતમાં આપવામાં આવી છે. તેમ છતાં પણ રાજ્ય સરકાર દ્વારા હજી સુધી કોઈ જ પ્રકારના પગલા લેવામાં આવ્યા નથી. જ્યારે સાંતલપુર GIDCના હોવાના કારણે ત્યાં બેરોજગારીની સંખ્યા પણ દિવસે દિવસે વધારો થઈ રહ્યો હોવાનો પણ આક્ષેપ કર્યા હતા. ત્યારે જો હજી સુધી રાજ્ય સરકાર કોઇ જ પ્રકારનો નિર્ણય નહીં કરે તો ઉદ્યોગ ભવનની બહાર જ અનશન ચાલુ રાખવાની પણ ચીમકી આપી છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details