ગાંધીનગર : અમદાવાદ સાયન્સ સિટી નવી પેઢી સહિત લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. જેનું કારણ છે કે તેમાં જ્ઞાન સાથે ગમ્મત પડે તે પ્રકારે પ્રોજેક્ટ બનાવવામાં આવ્યાં છે. ત્યારે આગામી સમયમાં ખૂબ જ મહત્વના વિષયને લઇને રુપિયા 10 કરોડના ખર્ચે નિર્માણ થનારી ન્યુક્લીયર સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગેલેરી બનવા જઇ રહી છે. આ માટે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કરવામાં આવ્યાં છે.
કોની વચ્ચે થયાં:એમઓયુ સાયન્સ સિટીમાં આ પ્રોજેક્ટ કહી શકાય કે મુલાકાતીઓને અણુ ઊર્જા સંબંધિત અનોખો એડ્યુટેનમેન્ટ અનુભવ કરાવશે. અમદાવાદ સ્થિત સાયન્સ સિટીના આકર્ષણોમાં વધુ એક નવું સીમાચિન્હ ન્યુક્લીયર સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગેલેરીના નિર્માણથી ઉમેરાશે. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી અને ગુજરાત સરકારના સાયન્સ ટેક્નોલોજી વિભાગની ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી વચ્ચે આ ગેલેરીની સાયન્સ સિટીમાં સ્થાપના કરવા માટેના એમઓયુ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં સંપન્ન કરવામાં આવ્યા હતાં.
આ પણ વાંચો Gujarat Govt MoU: ગુજરાત સરકારે ગૂગલ સાથે MOU કર્યા, ITના ઉપયોગથી પરિવર્તનની સરકારને આશા
એક વર્ષમાં બની જશે : ન્યુક્લિયર સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગેલેરીનું નિર્માણ સાયન્સ સિટીના પ્લેનેટ અર્થ પેવેલિયનમાં 10 કરોડની નાણાંકીય સહાયથી હાથ ધરાવાનું છે અને તેનું નિર્માણ કાર્ય 12 મહિનામાં પૂર્ણ થવાનો અંદાજ રાખવામાં આવ્યો છે. આ નવિન ગેલેરી અંગેની વિસ્તૃત વિગતો એમઓયુ પર હસ્તાક્ષર વેળાએ ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જીના સચિવ અને એઇસીના અધ્યક્ષ કે.એન. વ્યાસ તેમજ રાજ્ય સરકારના સાયન્સ ટેક્નોલોજી સચિવ વિજય નહેરાએ આપી હતી.