ગાંધીનગર : શહેરમાં આવેલા ઉમિયા ભવનમાં આજે બપોરે બિન અનામત વર્ગના આગેવાનોની એક બેઠક મળી હતી. આ બેઠકમાં દિનેશ બાંભણિયા, પાટીદાર સમાજના આગેવાન સી.કે.પટેલ કરણી સેનાના આગેવાન રાજ શેખાવત, સમાજના આગેવાનો યજ્ઞેશ દવે સહિત બિન અનામત વર્ગમાં આવતા જ્ઞાતિના આગેવાનો હાજર રહ્યા હતાં.
હવે બિન અનામત વર્ગ પણ આંદોલન કરે તેવા સંકેત, કહ્યું અમારા હક કોઈની પાસે જવા નહીં દઈએ - ગાંધીનગર
રાજ્યમાં સરકારી નોકરીઓમાં અનામતનો લાભ લેવા માટે સમાજો વચ્ચે વર્ગ વિગ્રહ થાય તેવો માહોલ ઉભો થયો છે. સત્યાગ્રહ છાવણીમાં એસસી, એસટી અને ઓબીસી સમાજની મહિલાઓના આંદોલનને પગલે સરકારે પરિપત્રમાં સુધારો કરવાની વાત કરી છે, ત્યારે હવે આ પરિપત્રમાં સુધારોના થાય તે માટે બિન અનામત વર્ગ પણ જાગી ગયો છે. જેને લઈને આજે ગાંધીનગર શહેરના સેક્ટર 12માં આવેલા ઉમિયા ભવનમાં બિન અનામત વર્ગના સમાજના આગેવાનોની એક બેઠક મળી હતી. જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, જો અમારો હક્ક છીનવી લેવામાં આવશે તો રાજ્યમાં એક મોટું આંદોલન ઊભું થશે.
આ બેઠકમાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે એસસી, એસટી અને ઓબીસી સમાજની મહિલાઓને અન્યાય કરવામાં નહીં આવે. જેને લઇને પરિપત્રમાં સુધારો કરવાની વાત કરી છે, ત્યારે આ જાહેરાતને પગલે હવે બિન અનામત સામે જો આ વાતથી ભડકી ગયા હોય તેવું લાગી રહ્યું છે.
જેને લઇને પાટીદાર સમાજના આગેવાન દિનેશ બામણીયા પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું કે સરકાર દ્વારા જે પરિપત્ર કરવામાં આવ્યો છે. તેને લઈને અમને કોઈ જ સમસ્યા નથી, પરંતુ આ પરિપત્રને લઈને બિન અનામત વર્ગમાં આવતા ઉમેદવારોને કોઈ પ્રકારની સમસ્યા થવી ન જોઈએ. અમે વર્ગ-વિગ્રહ કરાવવા માંગતા નથી, પરંતુ જો સરકાર આ પરિપત્રમાં સુધારો કરીને અમારા સમાજના ઉમેદવારોને નુકસાન થશે તો આગામી સમયમાં સરકારને ભોગવવાનો વારો આવશે. હાલ અમારી બેઠક પૂર્ણ થયા બાદ અમે ગાંધીનગર કલેકટરને રજૂઆત કરીશું તો કલેક્ટર અમારી વાત મુખ્ય પ્રધાન સુધી પહોંચાડશે અને તે અમારી વાત સાથે સહમત હશે તો અમારે આંદોલન કરવાની જરૂર નહીં પડે, નહીતો અમે પણ સત્યાગ્રહ છાવણીમાં ધરણાં કરીશું. અમારા સમાજના ઉમેદવારો સાથે પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવશે કે નહીં આવે પરંતુ અમે આંદોલન કરીશું.