ગુજરાત

gujarat

ETV Bharat / state

હવે જમીન પણ ઓનલાઈન મપાશે, સરકારે કર્યો નિર્ણય - measured

રાજ્ય સરકાર દ્વારા હવે ઓનલાઈન વ્યવસ્થા ઉપર વધુ ભાર આપીને અનેક યોજનાઓ અને અનેક કાર્ય ઓનલાઇન શરૂ કર્યા છે. ત્યારે રાજ્ય સરકારે હવે જમીન માપણી પણ ઓનલાઇન કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. આમ હવે મહેસુલી સેવામાં વધુ એક જમીન માપણીની સેવા પણ ઓનલાઇન કરવામાં આવી છે.

સ્વર્ણિમ સંકુલ
સ્વર્ણિમ સંકુલ

By

Published : Aug 25, 2020, 8:22 PM IST

ગાંધીનગર : જમીન માપણી વિવિધ સેવાઓ ઓનલાઇન કરતા રાજ્યના મહેસૂલ કૌશિક પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં ટેકનોલોજીના ઉપયોગ થકી પ્રજાને કર્મચારી સાથે સીધા સંપર્ક વિના સેવાઓ મેળવી શકે. તે માટે મહેસુલી સેવાઓને સરળ ઝડપી અને ઓનલાઈન કરવાની કવાયતને આગળ વધારવામાં આવી છે. ટૂંકાગાળામાં 21 જેટલી વિવિધ મહેસુલી સેવા ઓનલાઇન કરવામાં આવી છે. જે પૈકી મોટાભાગની સેવાઓનું ફેસ પદ્ધતિથી અમલીકરણ થઈ રહ્યું છે. ત્યારે આ પ્રકારની સેવાઓનો સીધો લાભ નાગરિકો મેળવી રહ્યા છે. આવી જ વધુ એક સેવા જમીન માપણીની કામગીરીને ઓનલાઇન કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

કૌશિક પટેલ બધું જણાવ્યું હતું કે, જમીનોની માપણી માટે અગાઉ અરજદારોએ જિલ્લા જમીન દફતર નિરીક્ષક કચેરીમાં અરજી કરવાની રહેતી હતી. તેમ જ માપણી ફી ચલણથી બેન્કમાં ભરી કચેરીમાં રજૂ કરવાની થતી હતી. હવે મહેસુલ વિભાગના IORA હોટલ પર જમીન માપણીની કામગીરી ઓનલાઇન કરવાથી અરજદારોને માપણી અરજી દુનિયાના કોઈપણ ખૂણેથી ઓનલાઇન કરી શકશે. તેમ જ સિસ્ટમ દ્વારા જ માપણી ફીની ગણતરી થશે અને માપણી ફી ઓનલાઇન ભરી શકશે જેથી અરજદારને કચેરીમાં બધું જવામાંથી મુક્તિ મળશે. આ ઉપરાંત સરકારી રેકર્ડ જેવા કે ગામ નમુના 7 તથા 8-અ ઓનલાઇન મેળવી લેવામાં આવે છે. આથી અરજદારોને ગામ નમુના તથા 8-અ જમા કરવામાંથી પણ મુક્તિ મળશે.

આમ ગુજરાત સરકારે ટેકનોલોજીનું મહત્વ ઉપયોગ કરીને મહેસૂલ વિભાગની કામગીરી સરળ ઝડપી નાગરિક કેન્દ્રી બને તે હેતુસર અનેક વિધ નવા કામો હાથ ધર્યા છે.

ABOUT THE AUTHOR

...view details