ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતમાં લોકસભા અને પેટાચૂંટણી માટે કુલ 14 ઉમેદવારી પત્રો ભરાયા

ગાંધીનગર: ગુજરાતમાં 23 એપ્રિલના રોજ લોકસભા અને રાજ્યમાં પેટાચૂંટણી એકસાથે જ યોજાવાની હોઈ, જે અંતર્ગત રાજ્યમાં હાલ ઉમેદવારી પત્રક નોંધાવાની પ્રક્રિયા જોરજોરમાં ચાલી રહી છે. ત્યારે આજે આ ચૂંટણીઓ માટે થઈને કુલ 7 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.

લોકસભા ચૂંટણી 2019

By

Published : Mar 30, 2019, 9:26 PM IST


ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર રાજયની લોકસભાની તમામ ૨૬ બેઠકોની સામાન્ય ચૂંટણીઓ માટેનું તથા ઉંઝા, ધ્રાંગધ્રા, જામનગર ગ્રામ્ય, માણાવદર તથા તલાલા વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણીઓ માટેનું જાહેરનામું તા.૨૮/૦૩/૨૦૧૯ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવતા ચૂંટણી અધિકારીઓ પાસે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ ગઈ છે. જેને ધ્યાનમાં રાખી આજે 30 માર્ચે કુલ 7 ઉમેદવારી પત્ર સાથે ત્રણ દિવસમાં કુલ 14 ફોર્મ ભરાયા છે.

ક્રમ

ઉમેદવારનુંનામ

પક્ષ

મતવિસ્તાર

1.

શાહઅમિતભાઈઅનિલચંદ્ર

ભારતીયજનતાપાર્ટી

૦૬-ગાંધીનગર

2.

કાછડીયાકેશવલાલરામજીભાઈ

અપક્ષ

૦૬-ગાંધીનગર

3.

પત્રકારરાજ્યગુરુરામકૃષ્ણનરભેશંકર

અપક્ષ

૧૨-જામનગર

4.

પઠાણઆયશાબાનુંનાજીરખાન

અંબેડકરનેશનલ કોંગ્રેસ

૧૭-ખેડા

5.

તપનભાઈશાંતિમયદાસગુપ્તા

સોશ્યાલિસ્ટયુનિટીસેન્ટરઓફઇન્ડિયા(કમ્યુનિસ્ટ)

૨૦-વડોદરા

6.

વસાવાઉત્તમભાઈસોમાભાઈ

ભારતીયટ્રાયબલપાર્ટી

૨૩-બારડોલી(અ.જ.જા.)

7.

વસાવાસુભાષભાઈકાનજીભાઈ

ભારતીયટ્રાયબલપાર્ટી

૨૩-બારડોલી(અ.જ.જા.)


આજે તા.૩૦/૦૩/૨૦૧૯ના રોજ નીચે દર્શાવેલ કુલ: ૭ (સાત) ઉમેદવારો તરફ્થી ઉમેદવારી પત્રો ભરાયા છે.

જ્યારેવિધાનસભાનીપેટાચૂંટણીમાટેનીચેદર્શાવ્યાપ્રમાણેકુલ:એકઉમેદવારતરફ્થીઉમેદવારીપત્રભરાયાછે.

ક્રમ ઉમેદવારનુંનામ પક્ષ મતવિસ્તાર
1. પટેલહરેશકુમારનરોત્તમભાઈ અપક્ષ ૨૧-ઉંઝા


આપને જણાવી દઈએ કે, ૩૧/૦૩/૨૦૧૯ને રવિવારના રોજ જાહેર રજા હોવાથી ઉમેદવારી પત્રો ભરી શકાશે નહીં. તા.૦૪/૦૪/૨૦૧૯ના રોજ ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ છે.

ABOUT THE AUTHOR

...view details