ગાંધીનગર: હાર્દિક પટેલ બાબતે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની પરિસ્થિતિ કઈ રીતની છે તે લોકો સમક્ષ છે જ. રાહુલ ગાંધીના ડાબા અને જમણા હાથ બરાબર બંને યુવા નેતાઓ પર કોંગ્રેસના જ નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું છે. જ્યારે હાર્દિક પટેલને ગુજરાતના કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે, ત્યારે તેમાં અમને કોઈ વાંધો નથી, પરંતુ કોંગ્રેસ તેનું પરિણામ ભોગવશે.
હાર્દિક પર નીતિન પટેલનું નિવેદન : અમને શું વાંધો, પરિણામ ભોગવશે - Nitin Patel's statement on Hardik
વર્ષ 2015માં ગુજરાતભરમાં પાટીદાર આંદોલનના નામથી ઓળખિતા હાર્દિક પટેલને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક આપવામાં આવી છે, ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી બાદ હવે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પણ નિવેદન આપતાં જણાવ્યું હતું કે હાર્દિક પટેલને કાર્યકારી પ્રમુખ બનાવ્યા તો તમને શું ફરક પડે છે.
હાર્દિક પર નીતિન પટેલનું નિવેદન
આમ, આડકતરી રીતે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ ઉપર શાબ્દિક પ્રહાર કર્યા હતાં.