"નિસર્ગ ઇફેક્ટ": વાપી સુરતના કેમિકલ ઇન્સ્ટ્રીઝ બંધ, 50,000 લોકોને સલામત સ્થળે ખસેડાયા
ગાંધીનગર: નિસર્ગ વાવાઝોડાને પગલે રાજ્ય સરકાર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. આ સાથે જ નિસર્ગ વાવાઝોડાની અસર ગણતરીના કલાકમાં જ થવાની હોવાના કારણે તંત્ર દ્વારા 50 હજારથી વધુ લોકોનું સ્થળાંતર પણ કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ વાપી સુરતની કેમિકલ ઈન્ડસ્ટ્રીઝને બંધ રાખવાની સુચના રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે.
ગાંધીનગર: નિસર્ગ વાવાઝોડાની સંભાવનાને પગલે રાજ્યનું વહીવટી તંત્ર સતર્ક અને સજ્જ બનીને સમગ્ર પરિસ્થિતિ પર છેલ્લા 24 કલાકથી નજર રાખી રહ્યું છે. આ બાબતે અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લામાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. મિસલ વાવાઝોડાની સંભાવનાના પગલે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં 100 થી 110 કિલોમીટર પ્રતિ કલાકની તીવ્રતાથી પવન ફૂંકાવાની શક્યતા છે. આ સાથે જ આ વિસ્તારોમાં ભારે વરસાદની પણ શક્યતાઓ તંત્ર દ્વારા રાખવામાં આવી રહી છે. જેને લઇને સુરત, વલસાડ અને અન્ય શહેરોમાં 236 જેટલા વિશાળકાય હોર્ડિંગ્સ પણ ઉતારી લેવામાં આવ્યા છે.