ગુજરાત

gujarat

ETV Bharat / state

CM પટેલની અધ્યક્ષતામાં નવા MLA શપથ લેશે, આવતીકાલે વિધાનસભાનું સત્ર - Acharya Devvrat Governor

ગાંધીનગરમાં વિધાનસભા ગૃહમાં (Gujarat Assembly 2022) 20 ડિસેમ્બરે એક દિવસીય સત્રનું આયોજન (Gujarat Assembly Session) કરવામાં આવ્યું છે. આ પહેલા આજે વિધાનસભા ગૃહમાં તમામ ધારાસભ્યોની શપથવિધિ (MLAs to take oath in Gujarat Assembly) થશે. આ માટેની તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે.

વિધાનસભામાં આજે ધારાસભ્યો લેશે શપથ, કાલે અધ્યક્ષની ચૂંટણી અને એક દિવસીય સત્ર
વિધાનસભામાં આજે ધારાસભ્યો લેશે શપથ, કાલે અધ્યક્ષની ચૂંટણી અને એક દિવસીય સત્ર

By

Published : Dec 19, 2022, 10:31 AM IST

ગાંધીનગરઃગાંધીનગર ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે બપોરે 12 વાગ્યે નવા ધારાસભ્યોની શપથવિધિ (MLAs to take oath in Gujarat Assembly) થશે. ત્યારબાદ આવતીકાલે (20 ડિસેમ્બરે) વિધાનસભાનું એક દિવસીય સત્ર (Gujarat Assembly Session) યોજાશે. મહત્વનું છે કે, આ વખતની ચૂંટણીમાં ભાજપે 156, કૉંગ્રેસે 17, આમ આદમી પાર્ટીએ 5 અને અપક્ષે 4 બેઠક મેળવી છે. 3

આ પણ વાંચોઃકોરોના કાળ પછી થશે ભવ્ય વૈશ્વિક પતંગોત્સવ, 70 દેશના પતંગબાજો લેશે ભાગ

રાજ્યપાલે કર્યું આહ્વાનરાજ્યપાલ આચાર્ય દેવવ્રતે (Acharya Devvrat Governor) ભારતના સંવિધાનને ધ્યાનમાં લઈને અનુચ્છેદ 188 મળેલી સત્તાની રૂએ જાહેરાત કરી છે કે, 20 ડિસેમ્બર 2022ના રોજ સવારે 10:00 કલાકે વિધાનસભાનું સત્ર (Gujarat Assembly Session) મળશે. એટલે બંધારણના અનુચ્છેદ 188 અન્વયે વિધાનસભાના સભ્યોએ વિધાનસભામાં પોતાનું સ્થાન લેતા પહેલા ઉપરોક્ત વ્યક્તિ સમક્ષ સોગંદ કે પ્રતિજ્ઞા લેવી જરૂરી છે. એટલે ગુજરાત વિધાનસભાના સર્વ સભ્યોને 19 ડિસેમ્બરે બપોરે 12 કલાકે વિધાનસભા ગૃહમાં હાજર રહેવાની જાહેરાત કરવામાં આવી છે.

પ્રોટેમ સ્પીકર લેવડાવશે શપથ જ્યારે ગુજરાત વિધાનસભાના Gujarat Assembly 2022અધ્યક્ષને વર્ણિત થાય ત્યાં સુધી વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલને પ્રોટેમ સ્પીકર (Yogesh Patel Protem speaker) તરીકેની વરણી કરવામાં આવી છે અને યોગેશ પટેલ જ ધારાસભ્યોના શપથ ગ્રહણ (MLAs to take oath in Gujarat Assembly) કરાવશે.

20 ડિસેમ્બરે પ્રથમ બેઠકવર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં તમામ ધારાસભ્યોને પગાર અને ભથ્થા (Gujarat MLA Salary Allowance) મળવાની શરૂઆત થઈ જાય એટલે 20 ડિસેમ્બરે એક દિવસીયનું સત્ર બોલાવવામાં આવ્યું છે. અગાઉ વર્ષ 2002માં શપથવિધિ (MLAs to take oath in Gujarat Assembly) બાદ માત્ર 5 જ દિવસમાં વિધાનસભા સત્ર ટૂંકી નોટિસમાં બોલાવાયું હતું. આના 20 વર્ષ બાદ પ્રથમ વખત આ ઘટના બની રહી છે.

કાર્યકાળ 19 ડિસેમ્બર 2027માં પૂર્ણ થશે આમ, 15મી વિધાનસભાનો કાર્યકળ 19 ડિસેમ્બર 2027ના પૂર્ણ થશે. જ્યારે 20 ડિસેમ્બરે સવારે 10:00 વાગે વિધાનસભા ગૃહ મળશે. વિધાનસભાની કામગીરીની વાત કરવામાં આવે તો, પ્રથમ બેઠકમાં અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની ચૂંટણી કરવામાં આવશે અને બીજી બેઠકમાં રાજ્યપાલના સંબોધન માટે આભાર પ્રસ્તાવની રજૂઆત થશે. સાથે જ રાજ્યપાલના આભાર પ્રસ્તાવ બાદ શોકદર્શક ઉલ્લેખો અને સરકારી વિધાયકો અને સરકારી કામકાજ એક દિવસ માટે વિધાનસભા ગૃહમાં હાથમાં લેવામાં આવશે.

આ પણ વાંચોઃગાંધીનગર બાર એસોસિએશન ચૂંટણીઃ કોર્ટને 10 વર્ષ પછી મળશે નવા હોદ્દેદારો

વિપક્ષ તરીકે સી.જે. ચાવડાની નિમણૂક થશેગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly 2022) કૉંગ્રેસ ફક્ત 17 બેઠક ઉપર જ વિજયી બની છે. ત્યારે કૉંગ્રેસ વિપક્ષમાં આવે તેવી પરિસ્થિતિમાં નથી, પરંતુ ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે પરિણામના દિવસે જ જાહેરાત કરી હતી. કૉંગ્રેસ રાષ્ટ્રીય પાર્ટી છે અને અમે કૉંગ્રેસને જ વિપક્ષમાં જોવા ઈચ્છીએ છીએ. ત્યારે જો કૉંગ્રેસને વિપક્ષમા રાખવામાં આવે તો વિજાપુરના ધારાસભ્ય સી. જે. ચાવડાની (CJ Chavda Congress MLA) વિપક્ષ નેતા તરીકે નિમણૂક થઈ શકે છે, વિપક્ષના નેતાના અને અન્ય હોદ્દાઓ માટે રવિવારે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના ધારાસભ્યો ની બેઠક મળી હતી. ત્યારે હવે પ્રથમ દિવસે વિરોધ પક્ષના નેતાનું નામ જાહેર કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details