ગાંધીનગર:ગુજરાત વિધાનસભામાં ભાજપ પક્ષે 156 બેઠક સાથે વિજય મળ્યા બાદ એક મહિનાની અંદર જ ગુજરાતમાં જંત્રીના ભાવ ડબલ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં બિલ્ડર્સ એસોસિએશન દ્વારા વિરોધ થયા પછી રાજ્ય સરકારે 15 એપ્રિલથી નવા ભાવ લાગુ કરવાની જાહેરાત કરી હતી. ત્યારે ફરીથી રાજ્યના સ્ટેમ્પ્સ અને નોંધણી સર નિરીક્ષક દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેમાં અમુક શરતોને મુજબ ધ્યાનમાં રાખીને અમુક સંજોગોમાં નવા જંત્રીદર લાગુ નહીં થાય.
ક્યાં કિસ્સામાં નવા દર:નિરીક્ષક કચેરી દ્વારા જાહેર કરેલ નિયમ અનુસાર 15 એપ્રિલ 2023 કે તે પછી નોંધણી માટે રજૂ થતો દસ્તાવેજ 15 એપ્રિલ 2023 પહેલા કરી આપેલ હશે. એટલે કે દસ્તાવેજમાં 15 એપ્રિલ 2023 પહેલા પક્ષકારોની સહી થઈ નોંધણી માટે તૈયાર હશે. આવા દસ્તાવેજ ઉપર પક્ષકારોની સહી થયાની તારીખ પહેલા અથવા સહી થયાની તારીખ પછીના તરત જ કામકાજના દિવસમાં જરૂરી હોય તે રકમનો પૂરેપૂરો સ્ટેમ્પ લગાડેલ હશે. તો આવો દસ્તાવેજ સહી કર્યાની તારીખથી ચાર માસમાં નોંધણી માટે રજૂ થશે. તેવા દસ્તાવેજમાં 15 એપ્રિલ 2023 થી વધારેલા જંત્રી ના ભાવ લાગુ પડશે નહીં. તે પહેલાંના ભાવ વધારા સિવાયના અમૃત જંત્રી ભાવ એટલે કે જૂના જંત્રી ભાવ મુજબ દસ્તાવેજમાં મિલકતની બજાર કિંમત તથા સ્ટેમ્પ ડ્યુટી ગણવામાં આવશે.