ગુજરાત

gujarat

ETV Bharat / state

Navratri Heart Attack Case : ગરબે ઘુમતા ખેલૈયાઓ માટે ETV BHARAT નો વિશેષ અહેવાલ, જાણો હાર્ટ એટેકથી બચવાના ઉપાય - રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ

રાજ્યભરમાં નાની વયના લોકોમાં હાર્ટ એટેક આવવાનું પ્રમાણ વધ્યું છે. મુખ્યત્વે તાજેતરમાં જ કેટલાક શહેરોમાં ગરબા પ્રેક્ટિસ કરતા લોકોને હાર્ટ એટેક આવ્યાના બનાવ પ્રકાશમાં આવ્યા છે. ત્યારે ETV BHARAT દ્વારા કાર્ડિયોલોજીસ્ટ ડો. બોની ગજ્જર સાથે આ અંગે ખાસ વાત કરવામાં આવી હતી. જેમાં તેઓએ હાર્ટ એટેક આવવાના કારણો અને તેનાથી બચવાના ઉપાય જણાવ્યા હતા. જુઓ આ વિશેષ અહેવાલ...

Navratri Heart Attack Case
Navratri Heart Attack Case

By ETV Bharat Gujarati Team

Published : Oct 10, 2023, 5:41 PM IST

Updated : Oct 10, 2023, 6:50 PM IST

ગરબે ઘુમતા ખેલૈયાઓ માટે ETV BHARAT નો વિશેષ અહેવાલ

ગાંધીનગર :ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી હાર્ટ એટેકના કિસ્સાનું પ્રમાણ વધી રહ્યું છે. હવે તો નાના બાળકોથી લઈને યુવાનોમાં પણ હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતના અનેક મોટા શહેરોમાં નવરાત્રી પહેલા ગરબાની પ્રેક્ટિસ દરમિયાન ખેલૈયાઓને હાર્ટ એટેક આવ્યાના કિસ્સા સામે આવ્યા હતા. ત્યારે નવરાત્રી દરમિયાન હાર્ટ એટેકના કિસ્સા વધતા કિસ્સા વચ્ચે ETV BHARAT દ્વારા કાર્ડિયોલોજીસ્ટ ડો. બોની ગજ્જર સાથે ખાસ વાત કરવામાં આવી હતી. તેઓએ યુવાઓને હાર્ટ એટેકથી બચવાની રીત જણાવી છે.

હાર્ટ એટેકનો મુખ્ય કારણ : ગાંધીનગર શહેરના ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ ડો. બોની ગજ્જરે ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલમાં યુવાનોમાં પણ હાર્ટ એટેકના કિસ્સા સામે આવી રહ્યા છે. જેમાં હાલની જીવનશૈલી અને કોલેસ્ટ્રોલનું વધુ પડતું પ્રમાણ મુખ્ય કારણ છે. ઉપરાંત યુવાનો હાઇપર ટેન્શનમાં જીવી રહ્યા છે. નાની વયે બ્લડ પ્રેશરની બીમારીથી પીડાઈ રહ્યા છે. ત્યારે આજની જીવનશૈલી, હાઇપર ટેન્શન, કોલેસ્ટ્રોલનું વધુ પ્રમાણ અને બીપી મુખ્ય કારણ છે. આમ બીપી અને કોલેસ્ટ્રોલ વધુ હોવાને કારણે હાર્ટની નળીઓ બ્લોક થઈ જાય છે. જેથી હાર્ટ એટેક આવવાનો ભય વધી જાય છે.

ગુજરાતમાં 2023 માં આવેલ હાર્ટ એટેકના કુલ કેસ

હાર્ટ એટેકથી બચવા શું કરશો ?ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ ડો. બોની ગજ્જરે ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, યુવાઓ ગરબા રમી રહ્યા હોય ત્યારે કોઈ પણ પ્રકારના કેફી દ્રવ્યનું સેવન કરીને ગરબા ન રમવા જોઈએ. ઉપરાંત કોઈ પણ પ્રકારના કોલ્ડ ડ્રિંક્સ, તમાકુ યુક્ત પ્રોડક્ટનું સેવન કરીને વધુ અને સતત ગરબા ન રમવા જોઈએ. યુવાઓને તેમની જેટલી ક્ષમતા છે એના કરતાં ઓછા ગરબા રમીને થોડો રેસ્ટ કરવાની સલાહ ડો. બોની ગજ્જરે આપી હતી.

હાર્ટ એટેક કેસના ચિંતાજનક આંકડા : રાજ્ય સરકારની ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા 108 તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ વર્ષ 2022 માં સમગ્ર ગુજરાતમાં કાર્ડિયાક ઇમરજન્સી ના કુલ 49,321 જેટલા જ કેસ નોંધાયા હતા. ત્યારે વર્ષ 2023 માં 9 મહિના એટલે કે સપ્ટેમ્બર માસ સુધીમાં 47,202 જેટલા કેસ નોંધાયા છે. અમદાવાદની વાત કરવામાં આવે તો શહેરમાં વર્ષ 2022 માં 14,704 જેટલા ઇમરજન્સી કેસ નોંધાયા હતા. તેની સામે 2023 ના 9 મહિના એટલે કે 30 સપ્ટેમ્બર સુધીમાં કુલ 14,236 જેટલા કાર્ડિયાક ઇમરજન્સી કેસ નોંધાયા છે.

ગરબા આયોજકોને સૂચના : રાજ્યભરમાં હાર્ટ એટેકના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા પણ જે જગ્યાએ ગરબાનું મોટું આયોજન થાય છે, ત્યાં આયોજકોને ફરજિયાત એમ્બ્યુલન્સ અને મેડિકલ સ્ટાફ રાખવાની સૂચના આપી છે. આ બાબતે રાજ્ય સરકારના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે પણ નિવેદન આપ્યું હતું કે, 157 નગરપાલિકા અને 8 મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં જે જગ્યાએ મોટા ગરબા આયોજન થઈ રહ્યું છે. ત્યાં આયોજકોએ ફરજિયાત એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમ રાખવી પડશે. જેથી હાર્ટ એટેક અને અન્ય ઇમરજન્સી કેસમાં ખેલૈયાઓને જાનનું જોખમ નિવારી શકાય.

  1. Navratri Heart Attack Case : નવરાત્રીમાં હાર્ટ એટેકના કેસને પહોંચી વળવા તંત્ર તૈયાર, જિલ્લા કલેકટર દ્વારા બેઠક યોજાઈ
  2. Navratri 2023 in Kutch : ગરબા રમતી વખતે હૃદયરોગના હુમલા સહિત ઇમરજન્સીને પહોંચી વળવા ડોકટરોની ટીમ અને એમ્બ્યુલન્સ ગોઠવાશે
Last Updated : Oct 10, 2023, 6:50 PM IST

ABOUT THE AUTHOR

...view details