ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામાં સતત્ત વધારો જોવા મળી રહ્યો છે. 24 કલાકમાં આંકડા 1,000ની નજીક પહોંચી ગયા છે. લોકડાઉનની અફવા વચ્ચે રાજ્યમાં 24 કલાકમાં 925 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 10 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કોરના વાઇરસના કુલ 43727 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી બુધવારે 791 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 925 કેસ નોંધાયા, 791 ડિસ્ચાર્જ, કુલ કેસ 44,652
સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં સતત્ત વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 925 કેસ નોંધાયા હતા. જો કે, 791 લોકો ડિસ્ચાર્જ થયા છે. જે બાદ રાજ્યમાં કોરોનાનો કુલ આંક 44,652 પર પહોંચી ગયો છે.
ગુજરાત કોરોના વાઇરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મહાપાલિકા વિસ્તારમાં 159, સુરત મહાપાલિકા વિસ્તારમાં 173, વડોદરા મહાપાલિકા વિસ્તારમાં 61, સુરત 63, રાજકોટ કોર્પોરેશન 39, ભાવનગર કોર્પોરેશન 33, સુરેન્દ્રનગર 32, ભાવનગર 28, ખેડા 24, જૂનાગઢ કોર્પોરેશન 24, ગાંધીનગર 22, જૂનાગઢ 19, મહેસાણા 17, વડોદરા 16, રાજકોટ 15, અમદાવાદ, અમરેલી, કચ્છ, મોરબી, ભરૂચ 14-14, દાહોદ 12, બનાસકાંઠા 11, ગીર સોમનાથ 10, વલસાડ 10, જામનગર કોર્પોરેશન, પાટણ, મહીસાગર, સાબરકાંઠા 9-9, આણંદ, ગાંધીનગર કોર્પોરેશન, નવસારી, નવસારી 8-8, નર્મદા 6, પંચમહાલ 6, અરવલ્લી, જામનગર, બોટાદ 4-4 અને તાપીમા 1 કેસ સામે આવ્યો છે.
જ્યારે 68 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 2081 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધું 23599 કેસ થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. સુરત શહેર રાજ્યમાં બુધવારે પણ સૌથી ટોપ ઉપર રહ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 173 કેસ સામે આવ્યા છે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 63 કેસ સામે આવ્યા છે. 24 કલાકમાં સુરતમાં 236 સામે આવ્યા છે.