ગુજરાત કેડરના આઇ.એ.એસ. અધિકારી અનિલ મુકીમ કે જેઓ વર્તમાન સમયમાં દિલ્હી ખાતે ફરજ બજાવી રહ્યાં છે. તેમની રાજ્યના મુખ્યસચિવ તરીકે નિમણૂંક થઈ હોવાનું સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યાનુસાર નવ નિયુક્ત થયેલ રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ શનિવારે ચાર્જ સાંભળશે.
અનિલ મુકીમ રાજ્યના નવા મુખ્ય સચિવ, 30 નવેમ્બરે ચાર્જ સંભાળશે
ગાંઘીનગરઃ રાજ્યના મુખ્ય સચિવ જે.એન. સિંહ શનિવારે વય નિવૃત્તિને કારણે નિવૃત્ત થઈ રહ્યાં છે. રાજ્યમાં હવે નવા મુખ્ય સચિવ કોણ હશે તે અંગે છેલ્લા કેટલાય દિવસથી ચર્ચાઓ થઈ રહી હતી, પરંતુ આજે અંતિમ મહોર લાગી છે. ગુજરાત કેડરના આઇ.એ.એસ. અધિકારી અનિલ મુકીમ નવા મુખ્ય સચિવ બનશે. અનિલ મુકીમ 30 નવેમ્બરે ચાર્જ સંભાળશે.
ડેપ્યુટેશન પર કેન્દ્ર સરકારમાં કાર્યરત છે. વર્ષ 1985ની બેચના આઈએએસ અધિકારી અનિલ મુકીમનું નામ કોઈ પણ જગ્યાએ ચર્ચામાં હતું નહીં પણ અચાનક નામ સામે આવતા રાજ્યમાં અન્ય આઈ.એ.એસ. અધિકારીઓ અને સચિવાલયમાં ચર્ચાનો વિષય થયો છે. ઉલ્લેખનીય છે કે, વર્તમાન ચીફ સેક્રેટરી જે.એન. સિંહ શુક્રવારે મુખ્ય સચિવ તરીકેનો નિવૃત્ત થશે. જ્યારે મુખ્યસચિવને નિવૃત્તિ બાદ રાજ્ય સરકારે 6 મહિના માટે એક્સટેન્સન આપ્યું હતું. જેનો સમયગાળો પુરો 30 નવેમ્બરના રોજ થાય છે.
રાજ્યના નવા મુખ્ય સચિવ અનિલ મુકીમ આજે PM મોદી સાથે મુલાકાત કરી હતી. ગુજરાતની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આવતીકાલે અમદાવાદ એરપોર્ટ પર આવશે.