ગુજરાતભરમાંથી માટી ભરેલા કળશ અમદાવાદ આવશે ગાંધીનગર : આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેરી માટી, મેરા દેશ નામના કાર્યક્રમનું આયોજન કર્યું છે. જેમાં ગુજરાત સહિત દેશના તમામ જિલ્લા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારની માટી એકઠી કરીને દિલ્હીના શહીદ સ્મારક નજીક અમૃત વાટિકા બનાવવામાં તેનો ઉપયોગ કરવામાં આવશે. ત્યારે ગુજરાતના તમામ જિલ્લાઓ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાંથી એકઠી કરેલ માટે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે કળશમાં લાવવામાં આવશે. જ્યારે દરેક ગ્રામ પંચાયતથી શહીદોના ફોટો પણ લાવવામાં આવશે.
મેરી માટી, મેરા દેશ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેરી માટી, મેરા દેશ કાર્યક્રમનું આયોજન કર્યું છે. ત્યારે આ કાર્યક્રમ કેમ યોજાઇ રહ્યો છે તે બાબતે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે માહિતી આપી હતી. તેઓએ કહ્યું હતું કે, આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપવાનો છે. આ અભિયાન હેઠળ દેશના દરેક ખૂણેથી કળશમાં માટી લાવવામાં આવશે, દરેક ગ્રામ પંચાયતથી શહીદોના ફોટો પણ લાવવામાં આવશે. આ 7500 જેટલા કળશમાં માટી દિલ્હી ખાતે લાવવામાં આવશે. દિલ્હીમાં શહીદ સ્મારક નજીક અમૃતવાટિકા બનાવવાનું આયોજન છે, ત્યારે આ માટીનો ઉપયોગ શહીદ સ્મારક બનાવવા માટે કરવામાં આવશે.
અમદાવાદમાં ભવ્ય કાર્યક્રમ :મેરી માટી, મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 27 ઓક્ટોબરે ગુજરાતના ખૂણે ખૂણેથી માટી અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે લઈ જવામાં આવશે. 28 ઓક્ટોબરના રોજ સવારે કમલમથી ફ્લેગ ઓફ કરવામાં આવશે, જ્યારે 75 વાહનોમાં આ માટી દિલ્હી ખાતે મોકલવામાં આવશે ત્યારે આ તમામ ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવામાં આવશે.
ગુજરાતભરમાંથી માટી આવશે : ગુજરાતની 182 વિધાનસભા બેઠક પરથી મેરી માટી મેરા દેશ અંતર્ગત માટી લાવવામાં આવી છે. જેમાં 156 ધારાસભ્ય કે જેઓ ભાજપના છે તેમને તેમના વિસ્તારના કાર્યક્રમની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારે 27 તારીખે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે 1,00,000 થી વધુ ભાજપના કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં આવીને પોતાના તાલુકા જિલ્લા ગ્રામ્ય વિસ્તારની માટી અમદાવાદમાં કળશમાં ભેગી કરશે. ત્યારબાદ આ માટીને ગાંધીનગર કમલમ કાર્યાલય ખાતે લાવીને 29 ઓક્ટોબરના રોજ દિલ્હી ખાતે 75 ઇલેક્ટ્રિક વાહન મારફતે મોકલવામાં આવશે.
રિવરફ્રન્ટ આવો છો ને ? ગુજરાતના ખૂણે ખૂણેથી આવતીકાલે સાંજે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ભાજપના કાર્યકર્તાઓ મેરી માટે મેરા દેશ અંતર્ગત એકઠા થઈ રહ્યા છે. ત્યારે સી આર પાટીલે નિવેદન આપ્યું હતું કે, રિવરફ્રન્ટ પર ઓછી જગ્યા છે જેથી 20,000 ખુરશીઓની વ્યવસ્થા રાખવામાં આવી છે. જ્યારે LED ની વ્યવસ્થા કરાઈ છે, જેથી બાકીના કાર્યકર્તાઓ ખુલ્લામાં કાર્યક્રમને નિહાળી શકે.
- Meri Mitti Mera Desh Campaign: ગુજરાતના 182 વિધાનસભા વિસ્તારો માંથી કુંભમાં માટી ઈલેક્ટ્રિક વાહનમાં દિલ્હી પહોચાડીશુંઃ પાટીલ
- Meri Mitti Mera Desh Program : 1971ના યુદ્ધમાં રનવે રિપેર કરનાર વીરાંગનાઓના ગામ માધાપરની માટીને ગૃહરાજ્યપ્રધાને વંદન કર્યું