રાજ્યના કેબિનેટ કક્ષાના વનપ્રધાન ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, કેન્દ્રીયવન પ્રધાન પ્રકાશ જાવડેકરની અદયક્ષતામાં દેશના તમામ રાજ્યોના વન પ્રધાનોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા કેમ્પા ફંડ રિલીઝ કરવામાં આવશે. જેમાં ગુજરાત રાજ્યની કુલ 1500 કરોડ રૂપિયાની બરમાર રકમ પ્રાપ્ત થશે. કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી ફંડ રિલીઝ કર્યું નથી. જે મોદી સરકાર 2.0માં રિલીઝ થશે.
દેશના તમામ રાજ્યોના વનપ્રધાનોની દિલ્હી ખાતે બેઠક, કેન્દ્ર સરકાર ગુજરાતને કેમ્પા ફંડ પેટે આપશે મોટી રકમ - forest ministers
ગાંધીનગર : રાજ્યના જંગલોમાં રસ્તા અને સરકારી કામકાજ માટે ઉપયોગમાં આવતી જમીન રાજ્ય સરકાર વિકાસ કરવા તેની રકમ કેન્દ્ર સરકાર આપે છે. પણ ઓછી રકમ આવે છે જ્યારે કેન્દ્ર સરકાર પોતાની પાસે રકમ રાખે છે. જે સમયાંતરે રિલીઝ કરવાની હોય છે. છેલ્લા અનેક વારસો થી કેન્દ્ર સરકારે કેમ્પા ફંડની રકમ રિલીઝ કરી નથી. જે ગુરવારે દિલ્હી ખાતે મળનારી બેઠકમાં રિલીઝ કરવામાં આવશે. જેમાં ગુજરાત રાજ્યને 1500 કરોડ રૂપિયાની રકમ મળવાને પ્રાપ્ત થશે.
ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, કેમ્પા ફંડની જે રકમ કેન્દ્ર સરકાર પાસે જમા હતી. તે 1500 કરોડની રકમ કે જે વર્ષોથી લેવાની પેન્ડીંગ હતી. તે રકમ મળવાની મંજુરી અપાશે. જ્યારે તમામ રાજ્યના વન મંત્રી સાથે દિલ્હી ખાતે મુલાકાત કરવા બોલાવ્યા છે. રકમ પર એ સમયે મંજુરીની મહોર વાગશે. કેન્દ્ર સરકાર દ્વારા મળતા આ ફંડ વનના વિકાસ માટે હોય છે. વર્ષોથી જમીનો જેવી કે ફોરેસ્ટમાં રોડ પસાર થયા હોય વગેરે જેવા કિસ્સા માટે વપરાતી હોય છે. જ્યારે એશિયાટિક સિંહનો મુદ્દો નહિ ચર્ચાય. સિંહનો મુદ્દોએ કોર્ટની નજર હેઠળ છે.