ગુજરાત

gujarat

ETV Bharat / state

નવા સીએમ નામની ચર્ચા: સી. આર. પાટીલના ઘરે યોજાયેલી બેઠક પૂર્ણ - Who is in charge of Gujarat?

રાજ્યના મુખ્યપ્રધાન વિજ્ય રૂપાણીએ 11 સપ્ટેમ્બરના રોજ રાજીનામું આપ્યું છે, ત્યારે હાલ ગુજરતાનો હવાલો કોણ સંભળશે. તેને લઇને ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે સી. આર. પાટીલાના ઘરે બેઠક યોજવામાં આવી છે. આ બેઠકમાં અન્ય નેતાઓ જોડાયા છે. જ્યારે આજે 03:00 કમલમ ખાતે ધારાસભ્ય દળની બેઠક મળશે. જેમાં નવા મુખ્યપ્રધાન તરીકેની જાહેરાત 5:00 કરવામાં આવશે.

નવા સીએમ નામની ચર્ચા: સી. આર. પાટીલના ઘરે યોજાયેલી બેઠક પૂર્ણ
નવા સીએમ નામની ચર્ચા: સી. આર. પાટીલના ઘરે યોજાયેલી બેઠક પૂર્ણ

By

Published : Sep 12, 2021, 12:38 PM IST

  • નવા સીએમના નામની ચર્ચા
  • સી.આર. પાટીલના ઘરે બેઠકોનો દોર શરૂ
  • સવારથી કેન્દ્રીય નેતાઓ પણ ઘરે ધામા નાખ્યા
  • 3 વાગે કમાલમ ખાતે બેઠક યોજાશે
  • 5 વાગ્યાની આસપાસ નવા સીએમનું નામ થશે જાહેર

ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણી 11 સપ્ટેમ્બરના રોજ રાજીનામું આપ્યું છે, ત્યારે નવા મુખ્ય પ્રધાન કોણ રહેશે. તે અંગેની ચર્ચાઓનો વેગ વધુ જોવા મળી રહ્યો છે. જ્યારે આજે 03:00 કમલમ ખાતે ધારાસભ્ય દળની બેઠક મળશે. જેમાં નવા મુખ્યપ્રધાન તરીકેની જાહેરાત 5:00 કરવામાં આવશે. તે પહેલા આજે વહેલી સવારથી જ ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના કરે નેતાઓની બેઠક પણ યોજાઈ હતી.

નવા સીએમ નામની ચર્ચા: સી. આર. પાટીલના ઘરે યોજાયેલી બેઠક પૂર્ણ

આ પણ વાંચો:વિજય રૂપાણીના વિજય રથને કેમ અધવચ્ચે રોકી દેવાયો ?

સી.આર. પાટીલના ઘરે બેઠકો દોર

11 સપ્ટેમ્બરના રોજ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી રાજીનામું આપ્યું છે, ત્યારે 5 સપ્ટેમ્બરના 3:00 કમલમ ખાતે ભાજપના ધારાસભ્યોની બેઠક યોજાઇ રહી છે, ત્યારે વહેલી સવારથી જ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના નિવાસસ્થાન ખાતે ઉચ્ચ બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. બેઠકમાં જો વાત કરવામાં આવે તો નવા મુખ્યપ્રધાન તરીકેની ચર્ચાઓ પણ થઇ હોવાનું સામે આવ્યું છે કે, નથી મળતી માહિતી પ્રમાણે આ બેઠકમાં નરેન્દ્રસિંહ તોમર, ભૂપેન્દ્ર યાદવ, બી.એલ.સંતોષ, રત્નાકર, રજની પટેલ, વિનોદ ચાવડા, પ્રદીપસિંહ વાઘેલા સહિતના મોટા નેતાઓ પાટીલને ઘરે હાજર રહ્યા હતા.

આ પણ વાંચો:વિધાનસભા ચૂંટણીના 15 મહિના પહેલા કેમ વિદાય થયા વિજય રૂપાણી?

સવારે બંધ બારણે મળી બેઠક

મહત્વની વાત કરવામાં આવે તો આજ સવારથી જવાથી સી.આર. પાટીલના ઘરે બેઠકોનો દોર શરૂ થયો છે. વહેલી સવારે ફક્ત એક જ બેઠક યોજવામાં આવી હતી. જે બંધબારણે બેઠક રહી હતી. જ્યારે બેઠક પૂર્ણ થયા બાદ કોઈપણ નેતાઓએ મીડિયા સાથે વાત કરવાની તસ્દી પણ લીધી ન હતી. આમ કોન્ફિડન્સિયલ બેઠક બાદ તમામ નેતાઓ સીધા તેમના નિશ્ચિત સ્થાન પર જવા રવાના થયા હતા.

ધારાસભ્યો પહોંચ્યા એમ.એલ.એ. ક્વાટર્સ

રાજીનામા બાદ ભાજપ પક્ષે તમામ ધારાસભ્યોની બેઠક બોલાવી છે. જેમાં નવા મુખ્યપ્રધાનના નામની જાહેરાત કરવામાં આવશે, તે પહેલાં જ તમામ ધારાસભ્યો ગુજરાત એમ.એલ.એ ક્વાર્ટર ખાતે પહોંચી ગયા હતા. આમ 3:00 કલાકે તમામ ધારાસભ્યોની બેઠક પણ મળશે.

ABOUT THE AUTHOR

...view details