ગાંધીનગર: ગુજરાતમાં ઉનાળાના વેકેશન ની શરૂઆત થઈ ગઈ છે. લોકો ફરવા માટે અને વેકેશનની મજા માણવા માટે એક શહેરથી બીજા શહેર તરફ જઈ રહ્યા છે ત્યારે ગુજરાતની ખાનગી 200 અને સરકારી એસટી બસમાં પણ ખૂબ જ ભીડભાળ જોવા મળી રહી છે ત્યારે આજે સવારે ગાંધીનગરના કલોલ તાલુકામાં બસ સ્ટેન્ડ પાસે બસની રાહ જોતા મુસાફરો પર ગુજરાત એસટી બસ ફરી વળી અને જો જોતાની ગણતરીની મિનિટોમાં જ બસ સ્ટેન્ડની બહાર જ મુસાફરોના મૃત્યુદેહના ઢગલા ના દ્રશ્યો સામે આવ્યા આવ્યા, જ્યારે હોસ્પિટલમાં લોકોના ટોળા જોવા મળ્યા છે.
અકસ્માતની ઘટના કેવી રીતે બની:અકસ્મતી ઘટનાની વાત કરવામાં આવે તો કલોલ ના અંબિકા નગર બસ સ્ટેન્ડ પાસે બસની રાહ જોઈને મુસાફરો ઉભા રહ્યા હતા ત્યારે બસ સ્ટેન્ડની બહાર એક અન્ય એસટી બસ ત્યાં ઉભી હતી આ બસની આગળ જ મુસાફરો અન્ય બસની રાહ જોઈ રહ્યા હતા ત્યારે એક ખાનગી લક્ઝરી બસ એ ફુલ સ્પીડમાં આવીને બસ સ્ટેન્ડ બહાર ઉભી રહેલ બસને પાછળથી ટક્કર મારી હતી જેથી ગુજરાત એસટી ની ખાલી ઉભી રહેલ બસને ટક્કર મારતા તે બસ ટક્કરને કારણે ચાલવા લાગી અને આજ બસની આગળ અન્ય બસ્તી રાહ જોઈ રહેલા મુસાફરો નું દુઃખદ મૃત્યુ થયું છે અને આ તમામ મુસાફરોના મૃતદેહ પણ ખરાબ પરિસ્થિતિમાં કલોલ બસ સ્ટેન્ડ ખાતે જોવા મળ્યા છે આ અકસ્માતમાં કુલ ૧૦ થી વધુ લોકોના મૃત્યુ થયા છે.
સરકારી હોસ્પિટલમાં સારવાર શરૂ:અકસ્માતની ઘટનાની જાણ થતા કલોલ ના ડીવાયએસપી તથા ધારાસભ્ય પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા જ્યારે અકસ્માતમાં જે લોકોને ઈજા પામી છે તેવા મુસાફરોને કલોલની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જ્યારે કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોરે નિવેદન આપ્યું હતું કે અત્યાર સુધીમાં પાંચ જેટલા લોકોના મૃત્યુ થયા છે જ્યારે 6 થી વધુ લોકો ને સામાન્ય ઇજાઓ પહોંચી છે આ ઉપરાંત કલોલના DYSP પી.ડી મનવરે પણ નિવેદન આપ્યું હતું કે પોલીસે તાત્કાલિક ધોરણે ઇજાગ રસ્તો અને હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ કરી હતી.