ગાંધીનગર: સામાન્ય વહીવટી વિભાગ દ્વારા 1 ઓગસ્ટ 2018ના દિવસે બહાર પાડવામાં આવેલા પરિપત્રનો વિરોધમાં સત્યાગ્રહ છાવણી ખાતે રાજ્ય સરકારના વિરોધમાં અનામત વર્ગની મહિલાઓ આંદોલન કરી રહી હતી. ત્યારે બુધવારે રાજ્ય સરકાર સાથે બેઠક કરીને આંદોલન પૂર્ણ થયું હોવાની જાહેરાત કરી છે.
LRD પરિપત્ર વિવાદ: અંતે અનામત વર્ગની મહિલાઓએ આંદોલન સંકેલ્યું - આંદોલન સંકેલ્યું
રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા 1 ઓગસ્ટ 2018ના દિવસે બહાર પાડવામાં આવેલા પરિપત્ર લઈને અનામત વર્ગની મહિલાઓ ઉમેદવારોએ છેલ્લા 17 દિવસથી વધુ રાજ્ય સરકારનો વિરોધ કરી રહી હતી. રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજા સાથે બેઠક યોજી મહિલા ઉમેદવારોએ આંદોલન સમાપ્તીની જાહેરાત કરી હતી.
અનામત વર્ગની મહિલાઓએ આંદોલન સંકેલ્યું
ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા 17 દિવસથી વધુ દિવસ સુધી રાજ્ય સરકારના પરિપત્રનો વિરોધ અનામત વર્ગની મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યો હતો, ત્યારે રાજ્ય સરકારે આ બાબતે LRDની પરીક્ષામાં વધુ સંખ્યામાં ઉમેદવારોને લેવાની જાહેરાત કરી હતી, પરંતુ તેમ છતાં પણ આંદોલન યથાવત રાખવામાં આવ્યું હતું.
બુધવારે રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજા સાથે બેઠક યોજી મહિલા ઉમેદવારોએ આંદોલન સમાપ્તીની જાહેરાત કરી હતી.