ગુજરાત

gujarat

By

Published : Dec 26, 2019, 4:56 PM IST

Updated : Dec 26, 2019, 9:03 PM IST

ETV Bharat / state

દેશની વસ્તી છે, એટલા પ્રમાણમાં 4 ગામમાં તીડની સંખ્યા, 30 ચો.કિલોમીટરમાં ફેલાયા છે તીડ

ગાંધીનગર: છેલ્લા કેટલાક દિવસથી બનાસકાંઠાના આસપાસના વિસ્તારોમાં તીડનું આક્રમણ વધી ગયું છે. કરોડોની સંખ્યામાં તીડ ઉભા પાકને નુકસાન કરી રહ્યાં છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા તીડને પકડવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે.

banaskantha
ગાંધીનગર

ગુરુવારે રાજ્યના કૃષિ અગ્ર સચિવ પૂનમચંદ પરમારે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ઝેરી દવાના છંટકાવથી 25 ટકા જેટલા તીડનો નાશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સ્પીડ કેટલા પ્રમાણમાં છે. તેના જવાબમાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારત દેશની વસ્તી છે, તેટલા પ્રમાણમાં ચાર ગામમાં તીડનું હોવાનું સામે આવ્યું છે. જ્યારે અત્યારે દેશની વસ્તી 1.37 મિલિયન છે.

દેશની વસ્તી છે એટલા પ્રમાણમાં 4 ગામમાં તીડની સંખ્યા, 30 ચો.કિલોમીટરમાં ફેલાયા છે તીડ

રાજ્યના કૃષિ વિભાગના અગ્રસચિવ પૂનમચંદ પરમારે જણાવ્યું હતું કે, બનાસકાંઠાના 11 તાલુકામાં તીડ આક્રમણ જોવા મળ્યું છે. જેમાં હવે તીડનું વધુ પ્રમાણ ક્યાં છે. તેનું લોકેશન શોધી કાઢયું છે. તીડ નિયંત્રણ માટે કેન્દ્ર સરકારની 19 ટીમ કાર્યરત કરવામાં આવી છે. જ્યારે 24 થી 30 ટીમ ટ્રેકટરની ટીમ બનાવી છે. ઝેરી દવાને કારણે અત્યાર સુધીમાં 20 થી 25 ટકા તીડનો સફાયો કરવામાં આવ્યો છે.

જ્યારે ખેડૂતો દ્વારા એવી પણ માગ કરવામાં આવી હતી કે, તીડ હવામાં ઉડે છે, તો હેલિકોપ્ટરથી દવાનો છંટકાવ કરવામાં આવે, પરંતુ દવા વધુ પ્રમાણમાં પ્રસરતી હોવાના કારણે માનવ વસતી પર અસર થાય છે. જે માનવ માટે નુકસાનકારક હોવાના કારણે હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવતો નથી. જ્યારે શિયાળાના સમય હોવાને કારણે વહેલી સવારે ઝાકળ હોય છે. જેથી વહેલી સવારે દવાનો છંટકાવ કરી શકાતો નથી. પરંતુ જ્યારે સવારે સાત વાગ્યાની આસપાસ સૂર્ય કિરણો પડે ત્યારે દવાનો છંટકાવ કરવામાં આવે છે. જ્યારે ઠંડીના કારણે દવાની તીવ્રતામાં પણ ઘટાડો નોંધાયો હોવાનું નિવેદન કૃષિ વિભાગના અગ્ર સચિવ પૂનમચંદ પરમારે આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, સ્થાનિક ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે, સરકાર જે દવાનો છંટકાવ કરી રહી છે. તેની કોઈ અસર થતી નથી. તીડનું આક્રમણ ઘટતું નથી. તેના જવાબમાં પૂનમ પરમારે જણાવ્યું હતું કે, દવાની રાત્રે અસર થતી નથી. ફક્ત સવારે સૂર્ય પ્રકાશમાં તીડ નીચે ઉડે છે. તે સવારે જ દવા છંટકાવ કરવામાં આવે છે. જ્યારે પવનની દિશાને ધ્યાનમાં લઈને દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. જ્યારે તીડ પહેલા પાકિસ્તાન તરફ જઇ રહ્યાં હતા. પરંતુ પવનની દિશા બદલાતા બનાસકાંઠા બાજુ આવ્યા છે. હવે પવન આધારિત તીડનું 4 દિવસમાં નિયંત્રણ કરવામાં આવશે.

અત્યાર સુધીમાં 16,000 લીટર મેન્થોલિયન દવા છાંટવામાં આવી છે. ખેડૂતોને થયેલા નુકસાન બાબતે રાજ્ય સરકારે કરેલી જાહેરાત કરતા પરમારે જણાવ્યું હતું કે, ખેડૂતોને ફક્ત રવિ પાકના ઇનપુટ સબસીડી તરીકે સહાય આપવામાં આવશે. કોઈ અલગથી સહાય પેકેજ નથી.

Last Updated : Dec 26, 2019, 9:03 PM IST

ABOUT THE AUTHOR

...view details