વિધાનસભા ગૃહનું કામકાજ ચેનલોમાં લાઈવ બતાવવામાં આવે : સી.જે. ચાવડા - Gandhinagar
ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા તમામ ક્ષેત્રમાં ગુજરાત નંબર 1 પર હોવાની વાતો કરવામાં આવે છે. જ્યારે ગુજરાતને મોડલ રાજ્ય અને દેશનું આર્થિક એન્જીન તરીકે ગણવામાં આવે છે, ત્યારે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય સી. જે. ચાવડાએ વિધાનસભાની તમામ કાર્યવાહી ન્યૂઝ ચેનલમાં લાઈવ બતાવવાની માગણી કરી હતી.
આ અંગે ચાવડાએ ગૃહમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, માહિતી વિભાગના માધ્યમથી લાઈવ પ્રસારણ કરવામાં આવે. ગૃહ વિધાનસભાના કામકાજનું જીવંત પ્રસારણ કરવામાં આવવું જોઈએ, જેથી પ્રજાને જાણ થાય કે સરકાર અને વિપક્ષ કઈ રીતે પ્રજાના પ્રશ્ર્નો ઉજાગર કરી રહ્યા છે. સરકાર અને પ્રજા વચ્ચેનું સેતુ માર્ગ મીડિયા છે. ત્યારે મીડિયાને પણ વિધાનસભાનું કવરેજ કરવાની પરવાનગી આપવી જોઈએ. રાજ્ય સરકાર ગુજરાત નંબર વન હોવાનો દાવો કરે છે, તો ગૃહનું લાઈવ પ્રસારણ કરીને ગુજરાત નંબર વન રાજય બને તેવી માગ કરી હતી.