ગાંધીનગરઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ નવરચિત ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે વરિષ્ઠ ધારાસભ્ય યોગેશભાઈ પટેલને રાજ ભવન ખાતે શપથ લેવડાવ્યા હતા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, સંસદીય બાબતોના પ્રધાન ઋષિકેશ પટેલ તેમજ મંત્રી મંડળના પ્રધાનો અને રાજય સરકારના સચિવો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. રાજયપાલ અને મુખ્યપ્રધાને યોગેશ પટેલને શુભેચ્છાઓ આપી હતી.
પ્રોટેમ સ્પીકર તરીકે ધારાસભ્ય યોગેશ પટેલે રાજ ભવનમાં શપથ લીધા - undefined
ગાંધીનગરમાં નવી સરકાર તૈયાર થઈ રહી છે. ભૂપેન્દ્ર પટેલની સરકારનું પ્રધાનમંડળ નક્કી થયા બાદ હવે ધારાસભ્યોની શપથવિધિ યોજાઈ રહી છે. ગાંધીનગરના આંગણે જુદી જુદી વિધાનસભામાંથી વિજેતા થયેલા સભ્યો શપથવિધિ હેતું પહોંચી રહ્યા છે. જ્યારે શંકર ચૌધરીએ સ્પીકર તરીકેનું ફોર્મ ભરી દીધું છે.
પ્રોટેમ સ્પીકર તરીકે ધારાસભ્ય યોગેશ પટેલે રાજ ભવનમાં શપથ લીધા
અપડેટ ચાલું...