ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા અમિત ચાવડાએ સરકાર પર આક્ષેપ કરતા નિવેદન આપ્યું હતું કે, રાજ્યમાં જે રીતે ખેડૂતોની પરિસ્થિતિ છે ત્યારે કમોસમી વરસાદ વાવાઝોડું ભારે પવનના કારણે ખેડૂતોને પાકમાં નુકસાની થાય છે. આવા કારણોસર ખેડૂત આર્થિક દેવાદાર બની રહ્યા છે, વર્ષ 2022માં રાજ્ય સરકારે ખેડૂતોને આર્થિક મજબૂત કરવા અને આવક વધારવા માટેની જાહેરાત કરી હતી. પરંતુ આવક વધી નથી અને દિવસેને દિવસે ખેડૂતો આર્થિક દેવાદાર બની રહ્યા છે. જ્યારે વરસાદના કારણે ગુજરાતમાં 25 લોકોના મોત પણ નીપજ્યા છે. છેલ્લા છ મહિનાની વાત કરવામાં આવે તો કુદરતી આફતોમાં 100 લોકોના મૃત્યુ થયા છે ત્યારે રાજ્ય સરકારે આ બાબતે સહાય આપવી જોઈએ.
ગુજરાતમાં ખેડૂતો સહાયથી વંચિત ; કૃષિ વિભાગ જ ખેડૂતો માટે પાક સહાય યોજના લાવે : અમિત ચાવડા - ગુજરાતમાં ખેડૂતો સહાયથી વંચિત
ગુજરાતમાં 26 અને 27 નવેમ્બરના રોજ અનેક તાલુકાઓ અને જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેમાં ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયા હોવાની ખેડૂતોની ફરિયાદો સામે આવી છે. ત્યારે ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડાએ માવઠાની અસર પ્રમાણે નિવેદન આપ્યું હતું કે, છેલ્લા કેટલા સમયથી ગુજરાતની ખેતી અને ખેડૂતો પર પનોતી બેઠી છે, જ્યારે હવે સરકાર ફક્ત સહાય નહીં પણ કૃષિ વિભાગના હસ્તક પાક સહાયની યોજના શરૂ કરે.
Published : Nov 28, 2023, 4:08 PM IST
ગત ચોમાસાની પણ સહાય મળી નથી : અમીત ચાવડાએ વધુમાં આપેક્ષો કરતા જણાવ્યું હતું કે, ચોમાસાની સહાય પણ હજી સુધી રાજ્યના ખેડૂતોને મળી નથી. રાજ્ય સરકાર દ્વારા માત્ર સમીક્ષા કરવામાં આવે છે. વાવાઝોડામાં સરકાર હવાઈ નિરીક્ષણ કરે છે, પરંતુ પુરતા વળતરની પણ ચુકવણી થતી નથી. આમ એસડીઆરએફ અને એનડીઆરએફ ના નિયમ પ્રમાણે સહાય આપવાની વાત કરે છે, પરંતુ સહાયમાં ફક્ત ટોકન જ આપવામાં આવતું હોય છે. જેથી આગામી દિવસોમાં રાજ્ય સરકાર કૃષિ વિભાગ હસ્તગત પાક સહાય યોજના ફરીથી શરૂ કરવામાં આવે તેવી પણ માંગ કરી છે.
સહાય આપવા બાબતે કરી સરકારને જાહેરાત : કમોસમી વરસાદને લઈને રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે ગઈકાલે જાહેરાત કરી હતી કે, માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. એ પ્રમાણે 50થી 60 ટકા જેટલા ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ થયો છે. રાજ્યના અમુક જિલ્લામાં 1 મીમી થી 144 મીમી સુધીનો વરસાદ નોંધાયો છે. જેથી ખરીફ પાકની અંદર નુકસાની નીતિ સેવાઈ રહે છે. ખેડૂતોને નુકસાન પડ્યું હોય એવું પણ જાણવામાં આવે છે. પરંતુ હાલમાં ખરીફ પાકો કપાસ જે અત્યારે ઊભા છે એવા પાકોમાં ખાસ કરીને લેવાઈ ગયા છે. અમુક જગ્યાએ પાક વિણવાના બાકી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં કરા પડ્યા છે અને વીજળી પડવાને કારણે મૃત્યું થયા છે. ત્યારે સહાયની તમામ કાર્યવાહી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.