ગાંધીનગરઃ શહેરના સરખેજ હાઇવેના ખોરજ પાસે કેમિકલ ભરેલા કન્ટેનર માટે ડેપોની સુવિધા ઉભી કરવામાં આવી છે. શનિવારે સવારે આઠ વાગ્યાની આસપાસ કેમિકલ ભરેલા કન્ટેનરમાં આગ લાગી ગઈ હતી. ત્યારે આગ એટલી વિકરાળ હતી કે ગાંધીનગર અને અમદાવાદની ફાયર ટીમને બોલાવવી પડી હતી.
ગાંધીનગરના ખોરજ પાસે કેમિકલ ભરેલા કન્ટેનર ડેપોમાં આગ ભભૂકી, ત્રણ કિમી સુધી ધૂમાડા દેખાયા
ગાંધીનગર સરખેજ હાઇવે ખોરજ પાસે આવેલા કન્ટેનર ડેપોમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેમાં સાતથી આઠ જેટલા કેમિકલ ભરેલા કન્ટેનર આગમાં ખાખ થઈ ગયા હતા.
બંને જગ્યાએથી ચાર-ચાર ફાયર ફાઇટરો સાથે આગ પર પાણીનો મારો ચલાવી પડ્યો હતો. ત્યારબાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. આગમાં સાથે આઠ જેટલા કેમિકલ ભરેલા કન્ટેનર બળીને ખાખ થઇ ગયા હતા. મહત્વની બાબત એ છે કે બનાવ સ્થળે યોગ્ય સમયે અમદાવાદ અને ગાંધીનગરની ફાયર ટીમ પહોંચી ગઈ હતી.
જો યોગ્ય સમયે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હોત તો ડેપોમાં 200 કરતાં વધુ કેમિકલ ભરેલા કન્ટેનર પડ્યા હતા. જો તેમાં આગ પ્રસરી હોત તો મોટી જાનહાનિ સર્જાઇ હોત. આગ કેવી રીતે લાગી તેનો હજુ કોઈ ચોક્કસ કારણ મળી આવ્યું નથી. ફાયરબ્રિગેડના અધિકારીઓ દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે. આ કન્ટેનર ડેપોમાં સીસીટીવી પણ જોવા મળ્યા નથી.