ગુજરાત

gujarat

ETV Bharat / state

કેજરીવાલની ગુજરાતમાં એન્ટ્રી, રાજકીય ગતિવિધિ તેજ - Chief Minister Vijay Rupani

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ(Chief Minister Arvind Kejriwal) આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસ પર છે, ત્યારે વાત કરવામાં આવે તો દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ(Chief Minister Arvind Kejriwal) ગુજરાતના અમદાવાદમાં આખો દિવસ પસાર કરવાના છે, ત્યારે ગુજરાતના પાટનગર એવા ગાંધીનગરમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે.

કેજરીવાલની ગુજરાતમાં એન્ટ્રી, રાજકીય ગતિવિધિ તેજ
કેજરીવાલની ગુજરાતમાં એન્ટ્રી, રાજકીય ગતિવિધિ તેજ

By

Published : Jun 14, 2021, 11:34 AM IST

Updated : Jun 14, 2021, 1:03 PM IST

  • રાજ્યના રાજકીય ગતિવિધિ તેજ
  • દિલ્હી મુખ્યપ્રધાન કેજરીવાલ(Chief Minister Arvind Kejriwal) અમદાવાદમાં સર્કિટ હાઉસ ખાતે કરશે બેઠક
  • નવી કાર્યાલયનું થશે ઉદ્ઘાટન
  • કેજરીવાલ આખો દિવસ રહેશે અમદાવાદ

ગાંધીનગરઃ આમ આદમી પાર્ટી તરફથી મળેલા સત્તાવાર કાર્યક્રમ પ્રમાણે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ(Chief Minister Arvind Kejriwal) સવારે 10 કલાકની આસપાસ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. ત્યારબાદ 10.40થી અમદાવાદ સરકીટ હાઉસ ખાતે ખાનગી બેઠક યોજીને આમ આદમી પાર્ટીની રણનીતિ બાબતે ચર્ચા કરવામાં આવશે.

કેજરીવાલની ગુજરાતમાં એન્ટ્રી, રાજકીય ગતિવિધિ તેજ

આ પણ વાંચોઃARVIND KEJRIWAL GUJARAT VISIT: દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલ ગુજરાત પ્રવાસે, રાજ્યના રાજકારણમાં ગરમાવો

અરવિંદ કેજરીવાલ દ્વારા પ્રેસકોન્ફરન્સનું આયોજન

ગુજરાતના જાણીતા ચહેરાઓ પણ આમ આદમી પાર્ટીમાં આજે સત્તાવાર રીતે જોડાશે, જ્યારે 11.45 વાગે અરવિંદ કેજરીવાલ(Chief Minister Arvind Kejriwal) દ્વારા પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

બીજી બાજુ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સનું કર્યું આયોજન

અરવિંદ કેજરીવાલ(Chief Minister Arvind Kejriwal)ના એક દિવસીય પ્રવાસમાં બપોરના સમયે પ્રેસ કોન્ફરન્સ કરશે, ત્યારે બીજી તરફ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ દ્વારા પણ એક પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે અરવિંદ કેજરીવાલ(Chief Minister Arvind Kejriwal) ના પ્રવાસ મુદ્દે અને આગળની રણનીતી મુદ્દે રાજકીય નિવેદન સત્તા પક્ષ અને સરકાર દ્વારા કરવામાં આવશે, તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે.

સુરતમાં આપ છે વિપક્ષ

કોર્પોરેશનના ઇલેક્શનમાં સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટી હાલ વિપક્ષ તરીકેની ભૂમિકા ભજવી રહી છે. કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટી વિપક્ષમાં હોવાના કારણે ગુજરાતમાં કોર્પોરેશનના ઇલેક્શનથી આમ આદમી પાર્ટીનો ઉદય થયો હતો.

આ પણ વાંચોઃARVIND KEJRIWAL VISIT GUJARAT TODAY: "મિશન 2022"ની કરશે શરૂઆત

વિધાનસભા ચૂંટણી 2022ની તૈયારીના ભાગરૂપે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મૂલાકાતે

આવનારી વિધાનસભા ચૂંટણી 2022ની તૈયારીના ભાગરૂપે દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના સુપ્રિમો એવા અરવિંદ કેજરીવાલ(Chief Minister Arvind Kejriwal) આજે ગુજરાતની મુલાકાતે છે, ત્યારે આવનારી વિધાનસભાની ચૂંટણીની રણનીતિઓ પણ પ્રાથમિક તબક્કે તૈયાર કરવામાં આવશે.

Last Updated : Jun 14, 2021, 1:03 PM IST

ABOUT THE AUTHOR

...view details