રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે 11 જાન્યુઆરીએ અમદાવાદ ખાતે કરુણા અભિયાન 2020નો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે ખાસ કરીને અમદાવાદ રાજકોટ સુરત અને બરોડા શહેરમાં ઉતરાયણ સૌથી વધુ ઉજવવામાં આવે છે. ત્યારે જો ફક્ત અમદાવાદની જ વાત કરવામાં આવે તો રાજ્ય પ્રધાન ગણપતસિંહ વસાવાએ અમદાવાદ વિશેની વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે, "અમદાવાદમાં ઉતરાણના નિમિત્તે 10 જાન્યુઆરીથી કરુણા અભિયાન 2020નો પ્રારંભ થશે. જેમાં 51 જેટલી બિનસરકારી સંસ્થા પક્ષી બચાવ કામગીરીમાં જોડાશે."
ઉત્તરાયણમાં પક્ષીઓને બચાવવા માટે 470 સારવાર કેન્દ્રો શરૂ કરાશે :ગણપત વસાવા - કરૂણા અભિયનાન 2020
ગાંધીનગર: સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણના પર્વ નિમિત્તે પતંગ ચગાવવાનો અનેરો ઉત્સાહ જોવા મળે છે. પરંતુ પતંગના કારણે કેટલાય પક્ષીઓના મોત નિપજે છે. જેથી રાજ્ય સરકાર દ્વારા ખાસ કરુણા અભિયાન 2020નો પ્રારંભ કરાયો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે 11 જાન્યુઆરીના દિવસે અમદાવાદ ખાતેથી કરુણા અભિયાન 2020નો પ્રારંભ કરવામાં આવશે. જેની સત્તાવાર જાહેરાત બુધવારે રાજ્યના વન પ્રધાન ગણપતસિંહ વસાવાએ કરી હતી.
ઉત્તરાયણ
આ કામગીરીમાં 21 જેટલા સ્વયંસેવકો ખડે પગે હાજર રહેશે. સાથે જ શહેરમાં કુલ 89 જેટલા રિસ્પોન્સ સેન્ટર અને દસ મુખ્ય સારવાર કેન્દ્રો તથા અન્ય સારવાર કેન્દ્ર કાર્યરત કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષે પણ આ જ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે સતત બીજા વર્ષે પણ કરુણા અભિયાનનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.
Last Updated : Jan 9, 2020, 7:08 PM IST