ગાંધીનગર: કર્ણાટક રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પુરની પરિસ્થિતિ( Karnataka MLA visit Gujarat)સર્જાય છે લોકો પરેશાન છે. ભાજપના ધારાસભ્યનું ટેલિગેશન આજે ગુજરાત વિધાનસભા, અમૂલ ડેરી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી(Statue of Unity)ની મુલાકાતે આવ્યું હતું. આ દરમિયાન(Karnataka BJP MLA visit Gujarat) ગુજરાત વિધાનસભામાં આવેલા કર્ણાટકના ધારાસભ્યોએ ગુજરાત મુલાકાત બાબતે જણાવ્યું હતું કે ગુજરાતએ નંબર વન રાજ્ય છે સાથે જ કર્ણાટકના અનેક પ્રદેશમાં જે વરસાદના કારણે પરિસ્થિતિ ખરાબ થઈ છે તે અમને ધ્યાન છે જ્યારે ગુજરાત મુલાકાતનો પ્રવાસ એક મહિના અગાઉ જ ગોઠવાઈ ગયો હતો.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત -કર્ણાટકના ભાજપના ધારાસભ્ય સોમશેખર રેડીએ ગુજરાત વિધાનસભાની મુલાકાત દરમિયાન પત્રકાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે અમે અમૂલ ડેરીની મુલાકાત કરી હતી. અમૂલ ડેરી ખેડૂતોને કઈ રીતે મદદ કરે છે તે બાબતની જાણકારી મેળવી છે. પ્રથમ વખત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત પણ કરી છે અને ત્યાર બાદ સીધા આણંદની અમૂલ ડેરીની મુલાકાત કરી હતી. હવે ગુજરાત વિધાનસભાના સચિવ સાથે બેઠક કરીને વિધાનસભા ગૃહ કેવી રીતે કાર્ય કરે છે તે અંગેની પણ ચર્ચા અને માહિતી લેવામાં આવશે.
આ પણ વાંચોઃએવું તે શું બન્યું કે હાથી તળાવ છોડી ગેરેજમાં નહાવા પહોંચ્યો