ગાંધીનગર ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) માં દહેગામ વિધાનસભા બેઠકના ( Dahegam Assembly Seat)કોંગ્રેસના મજબૂત ઉમેદવાર કામિનીબા રાઠોડને ટિકિટ ન આપતા કામિનીબાએ જંગ છેડીને દહેવામ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે 21 નવેમ્બરના રોજ અંતિમ દિવસે ફોર્મ પરત ખેંચીને કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે આજે બપોરે 1 કલાકે કામિનીબા રાઠોડે પોતાના સમર્થકો સાથે કમલમ ખાતે ભાજપનો ખેસ ધારણ ( Kaminiba Rathod Joins BJP )કર્યો હતો.
કામિનીબા રાઠોડે ભાજપનો ખેસ ધારણ કર્યા બાદ શું કહ્યું સાંભળો 4 મહિના પહેલાં થઈ હતી માથાકૂટ કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ દ્વારા તાત્કાલિક ધોરણે સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યો હતો તે સમયે જ કામિનીબા રાઠોડ નારાજ થયા હતાં. ત્યારે જ રાજીનામું આપીને ભાજપમાં જોડાવાની તૈયારીઓ કરી હતી. પણ કોંગ્રેસના નેતા સી.જે. ચાવડાએ કામિનીબાને સમજાવતા રાજીનામું આપ્યું ન હતું. તે સમયે ETV આ બાબતનો અહેવાલ રજૂ કર્યો હતો.
કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામા આપ્યાં કામિનીબા રાઠોડે ગત રોજ જ કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપ્યું હોવાનો પત્ર પક્ષ પ્રમુખ જગદીશ ઠાકોરને લખ્યો હતો. આ પત્રની નકલ તેમણે ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ તેમજ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને પણ મોકલી આપ્યો હતો.
કામિનીબા રાઠોડ અંતે જોડાયા ભાજપમાંકામિનીબા રાઠોડને કોંગ્રેસે દહેગામ બેઠક ( Dahegam Assembly Seat) પરથી ટિકિટ ન આપતાં તેઓ નારાજ થયા હતા અને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જો કે, અંતે તેમણે ફોર્મ પરત ખેંચી લીધું હતું અને આખરે હવે ભાજપમાં જોડાવાનો નિર્ણય ( Kaminiba Rathod Joins BJP )કર્યો છે.
ભાજપમાં જોડાયા બાદ શું કહ્યું કામિનીબા રાઠોડેભાજપમાં જોડાયા ( Kaminiba Rathod Joins BJP )બાદ દહેગામના પૂર્વ ધારાસભ્ય ( Dahegam Assembly Seat)કામિનીબા રાઠોડે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોંગ્રેસની અંદર મને દબાવવાના પ્રયાસો થઈ રહ્યા હતાં. આમ મહિલાનો અવાજ દબાવવા માટે કોંગ્રેસ પક્ષે મને કોર્ટની નોટિસ પણ આપી હતી. જ્યારે હું ભાજપમાં જોડાઈ છું તેનું મુખ્ય કારણ એક જ છે કે ભાજપમાં એકતા છે વિકાસની ગાથા છે અને કાર્યકરોને સાચવવાની પદ્ધતિ પણ ખૂબ સારી છે. જ્યારે વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ વેચાવા બાબતે મારો જે ઓડિયો બહાર આવ્યો છે તેમાં હજુ સુધી કોંગ્રેસે કોઈ પગલા લીધા નથી. નક્કર પુરાવા સાથે જ મેં આ વાત બહાર લાવી છે. જ્યારે ગામનું રાજકારણ ફક્ત પાંચ પાંડવો ઉપર ચાલી રહ્યું છે અને મારી સાથે જે પણ કાર્યકર્તાઓ હતાં તેઓએ પણ આજે ભાજપમાં સત્તાવાર રીતે જોડાયા છે, જ્યારે ઓડિયો બાબતે અર્જુન મોઢવાડીયા અને જગદીશ ઠાકોરને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં અનેક બેઠકો પર પૈસાનો સોદો થયો હોવાનો આક્ષેપ કામિનીબા રાઠોડે કર્યો હતો.
દહેગામ સહિત ગાંધીનગર જિલ્લાની બેઠકમાં જે જવાબદારી સોંપશે તે લેવા તૈયાર વધુમાં કામિનીબા રાઠોડે નિવેદન આપ્યું હતું કે દહેગામમાં ભાજપના ઉમેદવારને ( Kaminiba Rathod Joins BJP ) ખૂબ સારી અને મજબૂત લીડથી જીતાડવામાં તમામ કાર્યકર્તાઓ મહેનત કરીશું અને હું પોતે પણ ઘરે-ઘરે પ્રચાર કરવા માટે જઈશ. જ્યારે દહેગામ ( Dahegam Assembly Seat) ઉપરાંત ગાંધીનગર જિલ્લાની પાંચ બેઠકમાં મને જે પણ પ્રચાર પ્રસારની જવાબદારી સોંપવામાં આવશે તે તમામ ઉમેદવારોને મોટી લીડથી જીતાડીને કોંગ્રેસની કારમી હાર અપાવીશું.
ઉત્તર ગુજરાતના આગેવાનો જોડાયા ભાજપમાં ઉત્તર ગુજરાતમાં ભાજપની પકડ ખૂબ જ ઢીલી છે ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા પહેલા જ ઉત્તર ગુજરાતના કોંગ્રેસના આગેવાનો પણ ભાજપમાં જોડાયા હતાં. ઉત્તર ગુજરાતના નેતાઓની વાત કરવામાં આવે તો કોંગ્રેસના જાણીતા ચહેરા મંગળભાઈ પટેલ, રણછોડ પટેલ ઉપરાંત મહેસાણા કોંગ્રેસના ઉપપ્રમુખ કાનજીભાઈ ચૌધરી તથા મહામંત્રી જી એમ પટેલ પણ ભાજપમાં જોડાયા હતાં. જ્યારે માણસા બહુચરાજી મહેસાણા કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાઈને કેસરિયા કર્યાં હતાં. ભાજપ ઉત્તર ગુજરાતમાં નબળો હોવાની વાત પર સંગઠન મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં 80લાખ જેટલા પેજ સદસ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે જે ઉત્તર ગુજરાતના છે. ઉત્તર ગુજરાતમાં પણ ભાજપ પાર્ટી પહેલા કરતા વધારે લીડથી જીત મેળવશે.